10 અને 12માં ધોરણની પરીક્ષાનો કાર્યક્રમ થયો વાયરલ, સરકારે હવે કર્યો મહત્વનો ખુલાસો

10 અને 12માં ધોરણની પરીક્ષાનો કાર્યક્રમ થયો વાયરલ, સરકારે હવે કર્યો મહત્વનો ખુલાસો

સોશિયલ મીડિયાની દુનિયામાં ઘણું નકામું અને ગેરમાર્ગે દોરતું વાયરલ થઈ જતું હોય છે. હવે વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તારીખ વાયરલ થઈ છે જોકે તે ખોટું હોવાનું સરકારે જાહેર કર્યું છે.

પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી
ધોરણ 10 અને 12ની પરીક્ષા લેનાર સરકારી ઈન્સ્ટીટ્યુટ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ રવિવારે કહ્યું કે સોશિયલ મીડિયા પર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની ડેટશીટ નકલી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બોર્ડે હજી સુધી પરીક્ષાની તારીખનું સમયપત્રક બહાર પાડ્યું નથી અને આ ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે. બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, "ઘણા પ્રકારની ડેટશીટ્સ બહાર આવી છે, જે નકલી છે. પરીક્ષાનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ સત્તાવાર માહિતીની રાહ જોવી જોઈએ.

વેબસાઇટ cbse.gov.in અને cbse.nic.in પર જાહેર કરાશે પરીક્ષાનો કાર્યક્રમ
સીબીએસઇની ડેટશીટ હવે સીબીએસઇની વેબસાઇટ cbse.gov.in અને cbse.nic.in પર કોઇ પણ દિવસે ઓનલાઇન જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ વખતે સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ સિંગલ ટર્મમાં લેવામાં આવશે. જો તમે પાછલા વર્ષોની પેટર્ન જુઓ, તો બોર્ડ પરીક્ષાના 75 થી 90 દિવસ પહેલા પરીક્ષાનું સમયપત્રક જાહેર કરે છે. સીબીએસઈ પ્રેક્ટિકલ, પ્રોજેક્ટ વર્ક અને ધોરણ 10 અને 12નું આંતરિક મૂલ્યાંકન 1 જાન્યુઆરી 2023થી શરૂ થશે.

ફેબ્રુઆરી-માર્ચમાં 34 લાખ વિદ્યાર્થીઓ 10-12ની પરીક્ષા આપશે
ફેબ્રુઆરી-માર્ચમાં સીબીએસઈની 10 મી 12 મી બોર્ડની પરીક્ષા 2023 માં લગભગ 34 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવી સંભાવના છે. જેમાંથી લગભગ 18 લાખ લોકો ધોરણ 10માં અને બીજા 16 લાખ ધોરણ 12માં હોવાની સંભાવના છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow