પાકિસ્તાનમાં રહેતા આતંકી મુશ્તાક ઝરગરનું મકાન અંતે ટાંચમાં લેવાયું

પાકિસ્તાનમાં રહેતા આતંકી મુશ્તાક ઝરગરનું મકાન અંતે ટાંચમાં લેવાયું

કંદહાર વિમાન અપહરણ કેસના આરોપી અલ-ઉમર મુજાહિદ્દીનના નેતા અને મુખ્ય કમાન્ડર મુશ્તાક ઝરગરની શ્રીનગર સ્થિત સંપત્તિને ગુરુવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા જપ્ત કરવામાં આવી હતી. શ્રીનગરના ગની મોહલ્લામાં આવેલું આ ઘર 544 ચોરસ ફૂટનું છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને પોલીસની કડક સુરક્ષા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ઝરગર બહેનોની હાજરીમાં કાર્યવાહી અંગે નોટિસ ચોંટાડી હતી.

બહેનોએ થોડો વાંધો ઉઠાવ્યો પણ તેમને ક્યાંયથી સમર્થન મળ્યું નહીં. 1999માં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ પ્લેન હાઇજેક કરીને કંદહાર લઇ ગયા હતા. ત્યાં 814 મુસાફરોની મુક્તિના બદલામાં ત્રાસવાદીઓની માંગણી પર મસૂદ અઝહર અને મુશ્તાક ઝરગરને મુક્ત કરવામાં આવ્યા હતા. આતંકવાદી મુશ્તાક 1987માં મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રબૈયા સઈદના અપહરણમાં પણ સામેલ હતો.

યુએપીએ હેઠળ આતંકવાદી જાહેર કરાયો
મુશ્તાકને કેન્દ્ર સરકારે UAPAની ચોથી અનુસૂચિ હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ઝરગર માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ માટે ખતરો છે. તે જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હોવાનું પણ કહેવાય છે. પાકિસ્તાને જાણીજોઈને ઝરગરનું નામ મુક્ત આતંકી યાદીમાં સામેલ કર્યું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow