તેરા બચ્ચા લંડન મેં પઢતાં હૈ ઉસકી મુજે સુપારી મિલી હૈ કહીને વેપારી પાસે એક કરોડની ખંડણી માગી

તેરા બચ્ચા લંડન મેં પઢતાં હૈ ઉસકી મુજે સુપારી મિલી હૈ કહીને વેપારી પાસે એક કરોડની ખંડણી માગી

અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે, તેની સાથે ખંડણીખોરો પણ બેફામ બન્યાં છે. આજે શહેરના એક વેપારી પાસે અજાણ્યા શખસે ફોન કરીને એક કરોડથી વધુની રકમની ખંડણી માંગી હતી. ખંડણી માંગનાર શખસે વેપારીને તેના પુત્રની સોપારી મળી છે, જો પૈસા નહીં આપે તો પુત્રને મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આ ફોન કોલ્સથી ગભરાયેલા વેપારીએ પોતાના પરિવાર અને પાડોશીઓને જાણ કરી હતી. ત્યારબાદ ખંડણી માટે વારંવાર કોલ આવતાં વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વેજલપુર APMCના વેપારીને ધમકી
પ્રાપ્ત વિગતો પ્રમાણે બોડકદેવ વિસ્તારમાં રહેતા એક વેપારી વેજલપુર પાસેની APMCમાં હોલસેલ અને રીટેલમાં બટાટાનું વેચાણ કરે છે. તેમને સંતાનમાં બે દીકરા છે. જેમાંથી એક દીકરો લંડન રહે છે અને ત્યાં ભણે છે. તે વેકેશન હોવાથી અમદાવાદ આવ્યો છે. આ દરમિયાન વેપારીને કોઈ શખસે ફોન કરીને કહ્યું હતું કે, તુમ્હારા લડકા ઓમ લંડન મેં પઢતા હૈ, ઉસકી મુજે સુપારી મિલી હૈ. આ ફોન કોલ્સ સાંભળીને વેપારી ડરી ગયા હતા. તેમણે સામેવાળાને પુછ્યું હતું કે, શું થયું તો સામે વાળાએ કહ્યું કે, તુમકો તુમ્હારે બેટે કી જાન પ્યારી હૈ એવું જણાવ્યું હતું. ત્યારે વેપારીએ તેની સાથે કોઈ મજાક કરતું હોવાનું લાગતાં ફોન કટ કરી નાંખ્યો હતો.

દીકરાનો જીવ વહાલો ન હોવાનું કહી ફરી ધમકી આપી
ત્યારબાદ ફરીવાર વેપારીને ફોન આવ્યો અને શખસ બોલવા લાગ્યો કે, તુમને ફોન કટ કર દીયા ઔર સામને સે ફોન ભી નહીં કીયા. ક્યા તુમ્હે તુમ્હારે બચ્ચે કી જાન પ્યારી નહીં હૈ. તેણે વેપારીને કહ્યું હતું કે, તુમ તુમ્હારે બચ્ચે કી ક્યા કિમત લગાતે. વેપારીએ ફોન કટ કરી દીધો હતો અને પોતાના ભાઈઓ, પરિવારના સભ્યો તથા પાડોશીઓને પણ આ ફોન કોલ્સ બાબતે જણાવ્યું હતું. ત્યારબાદ કોઇએ પણ ફોન ઉપાડવા નહીં તેમ કહીને બધાને નંબર આપી દીધો હતો.

પહેલાં હપ્તામાં 53 લાખ અને બીજામાં 50 લાખ માગ્યા
વેપારીએ લોકોને ફોન કરીને પણ પોતાની સાથે થયેલી ઘટના વિષે જણાવી દીધું હતું,. ત્યારે શખસ ફરીવાર ફોન કર્યો હતો. ત્યારે વેપારીએ કહ્યું હતું કે તારે શું જોઈએ છે. ત્યારે શખસે કહ્યું હતું કે, મુજે 1.03 કરોડ ચાહીએ. જીસમેં 53 લાખ આજ ઓર 50 લાખ કલ ચાહીએ. વેપારીએ તેને કહ્યું હતું કે, પૈસા કૈસે લોગે તો ફોન કરનાર શખસ કહ્યું હતું કે, હમ કેશ કી બાત કર રહે હૈ ઔર તુમ એકાઉન્ટ કી બાત કર રહે હો. ત્યારે વેપારીએ તેને કહ્યું હતું કે, હું આટલી જલ્દી રોકડાની વ્યવસ્થા નહીં કરી શકું. ત્યારે સામેવાળા શખસે કહ્યું હતું કે, તુમ પૈસોં કી વ્યવસ્થા નહીં કરોગે તો મેં તુમ્હારે બચ્ચે કો માર ડાલુંગા. ત્યારબાદ કંપનીના મેઈલ આઈડી પર પણ ધમકીભર્યા મેસેજ આવ્યા હતાં. વેપારીએ ગભરાઈને આખરે પોલીસમાં ફરિયાદ કરી હતી.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow