બે નદીના સંગમ તટે મહાદેવજીનું મંદિર

બે નદીના સંગમ તટે મહાદેવજીનું મંદિર

નિઝર તાલુકાના લક્ષ્મીખેડા અને બોરદા ગામના સીમા વિસ્તારમાંથી પસાર થતી લાંકા અને માંગલા બે નદીઓના સંગમ તટ પર આવેલ મહાદેવનું મંદિર સતત આઠ મહિના સુધી ઉકાઈ જળાશયના પાણીમાં જળ મગ્ન રહે છે. મોટા ભાગે મહા શિવરાત્રીના તહેવાર સમયે પણ શિવાલય પાણીથી ઘેરાયેલું રહે છે. ભાગ્યે જ મહા શિવરાત્રીમાં જળાશયના પાણીમાંથી શિવલિંગ બહાર આવે છે.

આ વર્ષે પણ શિવલિંગ ઉકાઇ જળાશયના પાણીમાં જળમગ્ન છે. લગભગ આઠ મહિના સુધી ઉકાઈ જળાશયના પાણીમાં ડૂબી રહેતું મહાદેવના મંદિરમાં મહા શિવરાત્રી દિવસે શિવલિંગનું દર્શન કરવા માટે આ વિસ્તારના ભાવિક ભક્તો હોડીના સહારે પણ મંદિરે જતા હોય છે. અને હોડીમાં બેસીને જ પાણીમાં જ પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવવા હોય છે. આ વર્ષે પણ મહા શિવરાત્રીના દિવસે જળાશયના પાણીમાં ડૂબેલું મહાદેવના મંદિરે શિવલિંગના દર્શન કરવા ભક્તોની તૈયારી હોવાનું સ્થાનિક જગનસિંગભાઈએ જણાવ્યું હતું.

બે નદીઓના સંગમ તટ પર આવેલ મહાદેવનું મંદિર
બે નદીઓના સંગમ તટ પર આવેલ મહાદેવનું મંદિર‌

મંદિરનો આ પરચો પણ ગ્રામજનોમાં ઘણો પ્રચલિત
વર્ષો પહેલા આજુ બાજુના 7 ગામોના વડીલો અહી પૂજા અર્ચના કરતા હતા. પરંતુ શિવલિંગ ઉકાઈ જળાશયના પાણીમાં રેહેતું હોવાથી પૂજા દર વર્ષે થઈ શકતી ન હતી. જેથી ભક્તોઓએ શિવલિંગને બીજા સ્થળે સ્થાપિત કરવા અંગે ખોદકામ પણ કર્યુ હતું, પરંતુ મંદિરમાં રહેલ શિવલિંગ બહાર નહી આવતા આજથી દશેક વર્ષે પહેલા એજ સ્થળે નવા મંદિરનું નિર્માણ કરાયું હતું. અને ત્યારથી ભક્તો હોડીમાં બેસીને મહાદેવની પૂજા કરે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow