7 જાન્યુઆરીએ રાજકોટમાં ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા T20માં ટકરાશે, ઓનલાઈન ટિકિટ આ તારીખથી વેચાશે

7 જાન્યુઆરીએ રાજકોટમાં ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા T20માં ટકરાશે, ઓનલાઈન ટિકિટ આ તારીખથી વેચાશે

શ્રીલંકાની ક્રિકેટ ટીમ જાન્યુઆરી 2023 ભારત પ્રવાસે આવી રહી છે. ત્યારે બંને દેશો વચ્ચે T20 અને ODI મેચોની શ્રેણી રમશે. શ્રેણીની શરૂઆત T20  શ્રેણીથી થશે. બંને દેશો વચ્ચે રમાનારી T20 અને ODI શ્રેણી રાજકોટ ખાતે રમાનાર છે. શ્રીલંકાની ટીમ આજ સુધી ભારતીય ધરતી પર T20 સિરીઝ જીતવામાં નિષ્ફળ રહી છે.

10 દિવસ પહેલા ટિકિટ વહેંચણી શરૂ થશે
રાજકોટ ખાતે આગામી 7 જાન્યુઆરીનાં રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે T20 મેચ રમાવાની છે. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા મેચને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટ ખાતે આંતરરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મેચના 10 દિવસ પહેલા ઓનલાઈન ટિકિટ વેચાણ પણ શરૂ થશે. ત્યારે 27 ડિસેમ્બર આસપાસથી ટિકિટ વહેંચવાની શરૂ થશે.

ત્રીજી અને અંતિમ મેચ 7 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે
શ્રીલંકા તેના ભારત પ્રવાસની શરૂઆત T20 શ્રેણીથી કરશે. T20 શ્રેણીની પ્રથમ મેચ 3 જાન્યુઆરીએ મુંબઈમાં, બીજી મેચ 5 જાન્યુઆરીએ પુણેમાં જ્યારે ત્રીજી અને અંતિમ મેચ 7 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. આ શ્રેણી બાદ બંને દેશોની વનડે શ્રેણીનું આયોજન કરવામાં આવશે. વનડે શ્રેણીની પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં, બીજી મેચ 12 જાન્યુઆરીએ કોલકાતામાં જ્યારે ત્રીજી અને અંતિમ વનડે 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.

બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 26 મેચ રમાઈ છે
T20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમ શ્રીલંકા પર ભારે છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 26 મેચ રમાઈ છે. જેમાં ભારતે 17 અને શ્રીલંકાએ 8 મેચ જીતી છે. આ દરમિયાન મેચનું પરિણામ આવ્યું ન હતું. વનડેમાં પણ શ્રીલંકા સામે ભારતનો દબદબો છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 162 વનડે રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાએ 93 અને શ્રીલંકાએ 57 મેચ જીતી છે. આ દરમિયાન એક મેચ ટાઈ રહી હતી જ્યારે 11 મેચનું પરિણામ આવ્યું ન હતું.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow