ટીમ ઈન્ડિયા 200મી મેચ 4 રનથી હારી

ટીમ ઈન્ડિયા 200મી મેચ 4 રનથી હારી

ટીમ ઈન્ડિયાને T20 સિરીઝની પ્રથમ મેચમાં વેસ્ટઈન્ડિઝ સામે 4 રને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ તેની 200મી T20 મેચ રમી રહી હતી.

આ જીત સાથે જ યજમાન ટીમે 5 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની આગામી મેચ 6 ઑગસ્ટે ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે.

પોર્ટ ઓફ સ્પેનમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટઈન્ડિઝે 20 ઓવરમાં 6 વિકેટે 149 રન બનાવ્યા હતા. 150 રનના ટાર્ગેટને ચેઝ કરતા તે 20 ઓવરમાં 8 વિકેટે 145 રન બનાવી શકી હતી.

ટીમ ઈન્ડિયાની ધીમી શરૂઆત, બે વિકેટ પણ ગુમાવી
150 રનના સ્કોરને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ધીમી રહી હતી. ટીમે 28 રનમાં પોતાના ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી. પાવરપ્લેમાં ભારતે બે વિકેટે 45 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 3 અને ઈશાન કિશન 6 રન બનાવીને આઉટ થયા હતા.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 149 રન બનાવ્યા હતા. કેપ્ટન રોવમેન પોવેલે સૌથી વધુ 48 રન બનાવ્યા હતા જ્યારે નિકોલસ પૂરને 41 રન બનાવ્યા હતા. લેફ્ટ આર્મ પેસર અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ લીધી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવને એક-એક વિકેટ મળી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow