એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

BCCIએ એશિયા કપ માટે સોમવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. ટીમની કેપ્ટનશિપ રોહિત શર્માને સોંપવામાં આવી છે. હાર્દિક પંડ્યા ટીમનો વાઇસ-કેપ્ટન રહેશે. વિકેટકીપર કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા છે તેમજ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સ્થાન મળ્યું નથી. જોકે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એશિયા કપમાં રમશે.

નંબર-4ની સૌથી ચર્ચિત પોઝિશન પર શ્રેયસની સાથે બેટર સૂર્યકુમાર યાદવ અને 20 વર્ષીય તિલક વર્માની પણ પસંદગી કરવામાં આવી છે. એશિયા કપ માટે 17 સભ્યની ટીમ જાહેર કરવામાં આવી હતી, સંજુ સેમસન રિઝર્વ ખેલાડી તરીકે ટીમ સાથે ટ્રાવેલ કરશે.

BCCIએ નવી દિલ્હીમાં સોમવારે બપોરે 1.30 વાગ્યે બેઠક બાદ પ્રેસ-કોન્ફરન્સમાં ટીમ વિશે માહિતી આપી હતી. પ્રેસ-કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજિત અગરકર હાજર હતા.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow