વૃક્ષ કપાતાં રોકવા ટીમની રચના, 1000 વૃક્ષ ટ્રાન્સપ્લાન્ટ પણ કર્યાં

વૃક્ષ કપાતાં રોકવા ટીમની રચના, 1000 વૃક્ષ ટ્રાન્સપ્લાન્ટ પણ કર્યાં

ભીલવાડામાં કોઇ પણ જગ્યાએ નવા રસ્તા કે ઇમારતો બનવાથી વૃક્ષો કાપવાનો મુદ્દો સપાટીએ આવતા જ એક વ્યક્તિ પોતાની ટીમની સાથે પહોંચી જાય છે. તેઓ વૃક્ષને કપાતા રોકવા વૃક્ષોને ટ્રાન્સપ્લાન્ટ કરે છે એટલે કે તે વૃક્ષ બીજા સ્થળે લગાવી દે છે. અત્યાર સુધી સુધી આ ટીમે એક હજાર કરતા વધારે વૃક્ષોનાં ટ્રાન્સપ્લાન્ટેશન કર્યા છે.

આ વ્યક્તિ શહેરનાં ટેક્સટાઇલ અને પ્રોપર્ટીના વેપારી તિલોકચંદ છાબડા છે. છાબડાને વૃક્ષો માટે ખૂબ પ્રેમ છે. તેઓ કોઇ પણ જગ્યાએ વૃક્ષ કપાય તેમ ઇચ્છતા નથી. આ માટે તેઓ યોગ્ય સ્થળ શોધે છે અને પછી વૃક્ષોને ટ્રાન્સપ્લાન્ટ કરે છે.

છાબડાનાં આ અભિયાનની શરૂઆત સપ્ટેમ્બર 2021માં થઇ હતી. ત્યારે તેઓએ પોતાના ફાર્મ હાઉસમાં બોટલ પામનાં સાત વૃક્ષો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા હતા. એક નવી યોજનાનાં કારણે તે વૃક્ષોને કાપવા પડે એવી સ્થિતિ હતી, પરંતુ તેઓ ઇચ્છતા હતા કે, કોઇ પણ આ સુંદર વૃક્ષો ખતમ ના થાય. આ દરમિયાન તેમને ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશનની સલાહ મળી. છાબડાએ દિલ્હીથી આ કામનાં નિષ્ણાત ભૂપેન્દ્ર ચતુર્વેદીને બોલાવ્યા અને વૃક્ષોનું સફળ ટ્રાન્સપ્લાન્ટેશન કરાવ્યું.

આ ઘટના પછી તેમણે નક્કી કર્યું હતું કે, આ કામ કરવા એક ટીમ જ ઊભી કરી લેવાની જરૂર છે. શહેરમાં કોઇ પણ જગ્યાએ વૃક્ષોને બચાવી લેવા માટે કામ કરે તેવી ટીમ ત્યારબાદ ઊભી કરાઇ. આ અંગે છાબડા કહે છે કે, આ સમગ્ર કામમાં ખૂબ સાવધાની રાખવી પડે છે. જે વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન થવાનું હોય છે, તેની ચારેબાજુ આશરે ચાર ફૂટ ઊંડા ખાડા કરવામાં આવે છે. દોઢથી બે ફૂટ સુધી ખોદકામ કરાયા બાદ તેમાં કોકોપીટ, રેતી, બોવસ્ટિન ભરીને 15-15 દિવસનાં બે તબક્કા પૂર્ણ કરવાનાં હોય છે.

આટલા સમયના બે તબક્કા પૂર્ણ થયા બાદ આ વૃક્ષોને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવે છે. કેટલીક વખત નવી જગ્યાએ પહેલાથી જ ખાડા કરેલા હોય છે જેથી સીધી રીતે જ વૃક્ષ લગાવી દેવામાં આવે છે. આવું ન હોય તો આ વૃક્ષોને ખાસ રીતે કપડાની જાળીમાં બાંધીને સ્ટોકમાં રાખવામાં આવે છે. નવી જગ્યાએ વૃક્ષ લાગી ગયા બાદ આશરે ત્રણ મહિના સુધી ખાસ જતન કરવામાં આવે છે. વૃક્ષોને યોગ્ય અને જરૂરી પોષણ મળે તેની કાળજી લેવામાં આવે છે.

લીમડો, વડ, પીપળા સારી રીતે ટકી રહે છે: છાબડા કહે છે કે, લીમડા, વડ, પીપળા જેવા વૃક્ષો સરળ રીતે અન્ય સ્થળે વાવવામાં આવે તો પણ ટકી જાય છે. આ રીતે ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી તેમનો અસ્તિત્વની ટકાવારી ઘણી સારી છે. ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ વૃક્ષોને નવી જગ્યાએ લગાવી દેવામાં આવે છે, ત્યારે પહેલા તો વૃક્ષો સંપૂર્ણપણે સૂકાઇ જાય છે. ત્યાર પછી થોડાક દિવસમાં વૃક્ષો ફરી મૂળિયા પકડી લે છે અને ત્યાર પછી તેમાં ફરી એકવાર પાંદડા અને ફૂલો આવવા લાગે છે.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow