દરેક સંસદીય ક્ષેત્રમાં 50 હજાર ફૉલોઅર્સનો ટાર્ગેટ: શું છે 2024 જીતવા BJPનો 'ટ્વિટર-બાઇક' પ્લાન?

દરેક સંસદીય ક્ષેત્રમાં 50 હજાર ફૉલોઅર્સનો ટાર્ગેટ: શું છે 2024 જીતવા BJPનો 'ટ્વિટર-બાઇક' પ્લાન?

તમામ સંસદીય ક્ષેત્રનાં ટ્વિટર હેન્ડલ બનાવાશે
2024માં ભાજપનાં દરેક સંસદીય ક્ષેત્રનાં ટ્વિટર હેન્ડલ બનાવવામાં આવશે. આ ટ્વિટર હેન્ડલ દ્વારા આશરે  50 હજાર સ્થાનિકોને  ફોલો કરાવવામાં આવશે. ફોલોઅર્સ વધારવા ભાજપ જનસંપર્ક વધારશે . જેમાં કોલેજ જતાં વિદ્યાર્થીઓ, ધાર્મિક નેતાઓ, વોલેન્ટિયર્સ વગેરેની મદદથી ફોલોઅર્સ વધારવામાં આવશે. આ હેન્ડલ થકી દરેક સરકારી યોજનાઓ સમજાવવામાં આવશે અને લાભાર્થીઓને જોડવામાં પણ આવશે. કેન્દ્રની 12 મહત્વની યોજના સાથે લાભાર્થીઓને જોડવામાં આવશે. દરેક સંસદીય વિસ્તારમાં એક સોશિયલ મીડિયા ટીમ સક્રિય રહેશે જેમાં એક ફૂલ ટાઈમ લોકસભા કો-ઓર્ડિનેટર પણ સક્રિય રહેશે

કલસ્ટર હેડ તૈયાર કરવામાં આવ્યાં
સૂત્રો અનુસાર દરેક સંસદીય ક્ષેત્રનું કલસ્ટર તૈયાર કરવામાં આવશે. માહિતી અનુસાર કુલ 40 જેટલા કલ્સ્ટર હેડ બનાવવામાં આવ્યાં છે અને મંત્રીઓને ટાસ્ક આપવામાં આવ્યાં છે કે તે ઓછામાં ઓછા 48 કલાક સંસદીય ક્ષેત્રોમાં વ્યતિત કરે. આ સિવાય તેઓ 6 લોકોનાં ઘરે જશે અને તેમની સાથે સતત સંપર્કમાં રહેશે તેવો આદેશ પણ આપવામાં આવ્યો છે. દરેક સંસદીય ક્ષેત્રમાં સોશિયલ મીડિયા ટીમ તૈયાર કરવામાં આવશે. કેન્દ્રીય નેતાઓ વોટ્સએપના માધ્યમથી તમામ કાર્યકરો સાથે સંવાદ પણ કરશે.

2019માં BJPનું ક્લીન સ્વીપ
2019ની લોકસભા ચૂંટણીમાં 436 સીટોમાંથી મોદી સરકારે 303 પર વિજય મેળવ્યો હતો જ્યારે 160 સીટ પર ખુબ ઓછા માર્જિનથી હાર મેળવી હતી. હવે આવનારી 2024ની ચૂંટણીમાં આ સીટો પર વિજય મેળવવા અને જૂની સીટોને બચાવવા માટે મોદી સરકાર નવો પ્લાન બનાવી રહી છે. એવો ડિજિટલ પ્લાન કે જેના થકી સમગ્ર દેશ સેકેન્ડમાં જોડાઈ શકે. આ 160 સીટોમાં પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, કેરળ અને ઓરિસ્સા મુખ્ય ટારગેટ રહેશે.  

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow