વાત દુનિયાના એવા દેશની જ્યાં ક્યારેય રાત જ નથી થતી, 40 મિનિટ બાદ જ ઉગી જાય છે સૂરજ

આપણે બધા જાણીએ છીએ કે દુનિયામાં એવા સ્થળોની કોઈ કમી નથી જે રસપ્રદ તથ્યોથી ભરેલી હોય. એવી ઘણી જગ્યાઓ છે જ્યાં બધુ જ એવું નથી થતું જેવું આપણે આપણી આસપાસ જોઈએ છીએ એને સાંભળીએ છીએ.
આપણને લાગે છે કે દિવસ અને રાત એક પછી એક આવે છે, પરંતુ શું તમે ક્યારેય દુનિયાના એવા દેશો વિશે સાંભળ્યું છે જ્યાં રાત હોતી નથી અથવા હોય તો પણ તે ખૂબ જ ટૂંકી હોય છે.

40 મિનિટ પછી ફરી ઉગી જાય છે સૂર્ય
જો તમે આવી કોઈ જગ્યા વિશે સાંભળ્યું નથી, તો આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવીશું જ્યાં રાત થતી જ નથી. આ દેશમાં રાત અને સવાર વચ્ચે માત્ર 40 મિનિટનો જ તફાવત છે. વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ સ્વાલબાર્ડ નોર્વેની. સ્વાલબાર્ડ, નોર્વેમાં, સૂર્ય લગભગ 12:43 વાગ્યે આથમે છે અને 40 મિનિટ પછી ફરીથી ઉગે છે.
.jpg)
Country of Mid-Night Sun સનના નામથી છે પ્રખ્યાત
નોર્વેના સ્વાલબાર્ડમાં માત્ર 40 મિનિટની રાત માત્ર એક દિવસ માટે નથી થતી પરંતુ અહીં આખા અઢી મહિના સુધી આ જ સ્થિતિ રહે છે. આ દેશ પોતાનામાં ખૂબ જ ખાસ છે કારણ કે સૂર્ય મધ્યરાત્રિએ ઉગે છે અને આ કારણે તેને Country of Mid-Night Sunનો દેશ પણ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે નોર્વેના સ્વાલબાર્ડમાં લગભગ 76 દિવસ સુધી સૂર્ય અસ્ત થતો નથી અને આ 76 દિવસ મે મહિનાથી જુલાઈ મહિના સુધી આવે છે.