T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી રન ચેઝ

ભારતે એશિયા કપ 2025માં શાનદાર શરૂઆત કરી છે. ટીમે UAE સામે 58 રનના ટાર્ગેટને ચેઝ માત્ર 27 બોલમાં કર્યો. આ ભારતનો સૌથી ઝડપી રન ચેઝ છે. અભિષેક શર્મા 30 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે શુભમન ગિલ 20 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
બુધવારે, ભારતે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. UAE 13.1 ઓવરમાં 57 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ટીમે 28 રન બનાવીને છેલ્લી 8 વિકેટ ગુમાવી દીધી. ઓપનર અલીશાન શરાફુએ 22 અને કેપ્ટન મોહમ્મદ વસીમે 19 રન બનાવ્યા. ભારત તરફથી કુલદીપ યાદવે 4 વિકેટ લીધી. શિવમ દુબેએ 3 વિકેટ લીધી. ભારતીય ટીમ તરફથી અભિષેક શર્મા 30 રન બનાવીને આઉટ થયો. જ્યારે શુભમન ગિલ 20 રને અણનમ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ 7 રને અણનમ પરત ફર્યો હતો.
આ ટીમ ઈન્ડિયાની ઇનિંગ્સમાં બોલ બાકી રહેતા સૌથી મોટી જીત છે. ટીમ ઈન્ડિયાએ દુબઈમાં UAE સામે માત્ર 27 બોલ (4.3 ઓવર)માં ટાર્ગેટ ચેઝ કર્યો, એટલે કે 93 બોલ બાકી રહ્યા હતા.
અગાઉ 2021માં, ભારતે દુબઈમાં સ્કોટલેન્ડ સામે 81 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. ટેસ્ટ રમતા દેશોમાં બોલ બાકી રહેતા આ બીજી સૌથી મોટી જીત હતી.
2024ના T20 વર્લ્ડ કપમાં, ઇંગ્લેન્ડે એન્ટિગુઆમાં ઓમાનને માત્ર 19 બોલ બાકી રહેતા હરાવ્યું. ત્યારે 101 બોલ બાકી રહ્યા હતા. આ રેકોર્ડમાં શ્રીલંકા ત્રીજા નંબરે છે, જેણે 2014માં ચટ્ટોગ્રામમાં નેધરલેન્ડ્સને 90 બોલ બાકી રહેતા હરાવ્યું હતું.