શકકરિયા ઠંડીની ઋતુમાં બીમારીઓ સામે રક્ષણ આપે છે

શકકરિયા ઠંડીની ઋતુમાં બીમારીઓ સામે રક્ષણ આપે છે

ઠંડીની મોસમ શરુ થતાં જ માર્કેટમાં તમને ખાણીપીણીમાં વૈવિધ્યસભર વેરાયટીઓ જોવા મળી રહે છે અને આ વેરાયટીમાંની એક વાનગી એટલે શકકરિયું. ગુલાબી ઠંડીમાં રસ્તા પર જો હળવી આંચ પર શેકાતાં શકકરિયા ખાવા મળી જાય તો આખો દિવસ સુધરી જાય, ખરું ને! મોટાભાગના લોકો મસાલા અને લીંબુનાં રસ સાથે તેનો ભરપૂર આનંદ માણે છે.

લાંબા સમયથી મજૂરો જે શકકરિયાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા આવ્યા છે તેને હવે શહેરોમાં ‘સુપર ફૂડ’નું ટેગ આપી દેવામાં આવ્યું છે. મમ્મીઓ પણ હવે બાળકોનાં લંચબોક્સમાં શકકરિયામાંથી બનતી સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરીને પેક કરતી થઈ છે.

જો કે, તમને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે, આ મામૂલી દેખાતાં શકકરિયામાં તમને ભરપૂર માત્રામાં આયર્ન, ફોલેટ, કોપર, કાર્બોહાઈડ્રેટ, મેગ્નેશિયમ અને અન્ય અઢળક પ્રકારના વિટામિન્સ મળી રહે છે, જેની તમને આ ઠંડીની ઋતુમાં વિશેષ જરુરિયાત ઉદ્દભવે છે.

તાસીરમાં ગરમ આ શકકરિયું તમને ઠંડીમાં ગરમાવો પૂરો પાડવાની સાથે બીમારીઓ સામે લડવાની તાકત પણ પૂરી પાડે છે. પોષકતત્ત્વોથી ભરપૂર હોવાની સાથે જ શકકરિયું સ્વાદે પણ લાજવાબ છે. એકવાર ખાધા પછી તેનો સ્વાદ દાઢે વળગી જાય છે.

લોકો ફરી શકકરિયાનું મહત્વ જાણતા થયા
આયુર્વેદાચાર્ય અભિષેક ઉપાધ્યાય જણાવે છે કે, ‘શકકરિયું એ લાંબા સમયથી ભારતીય ભોજનનું ભાગ છે. અમુક દાયકા પહેલાં લોકો રાતનાં ભોજનમાં પણ શકકરિયાનું સેવન કરતા હતા પરંતુ, હરિત ક્રાંતિ આવ્યા પછી લોકો ચોખા-ઘઉં જેવા ધાન્યો તરફ વધુ પડતાં વળવા લાગ્યા. કંદમૂળ અને મોટા અનાજોને ગરીબોનો ખોરાક માનવામાં આવવા લાગ્યો.

જો કે, હવે નવા રિસર્ચ પછી નવી યુવા પેઢીમાંથી આ માનસિકતા દૂર થઈ રહી છે અને તે આ ખોરાકનું મહત્વ સમજીને ફરી તેને રુટિન ખોરાકનો ભાગ બનાવી રહ્યા છે. ગામડાનું શકકરિયું શહેરનું ‘સ્વીટ પોટેટો’ બની ચૂક્યું છે પરંતુ, હવે શક્કરિયાને હવે ભોજન તરીકે નહીં પણ સ્ટ્રીટ ફૂડ રુપે જોવામાં આવે છે.’

બટાટા વિદેશી પણ ‘સ્વીટ પોટેટો’ દેશી કંદમૂળ
બટાટા 16મી સદીમાં પોર્ટુગીઝો ભારત લઈને આવ્યા પણ સ્વીટ પોટેટો એટલે કે ગામડાનું શકકરિયું હજારો વર્ષોથી ભારતમાં ખાવામાં આવે છે. અમુક સંશોધકોનું માનવું એવું છે કે, તે તેની ઉત્પતિ અમેરિકાનાં મહાદ્વિપમાં થઈ છે પણ થોડા સમય પહેલાં જ મેઘાલયમાં લાખો વર્ષો જૂનાં શકકરિયાનાં અવશેષ મળ્યા જેના આધાર પર એવું કહેવામાં આવે છે કે, સૌથી પહેલાં ભારતીયોએ તેની ખેતી શરુ કરી હતી.

આપણા દેશમાં તમામ પ્રકારનાં વ્રત કે તહેવારોમાં શકકરિયાનો ઉપયોગ થાય છે. અમુક જગ્યાએ દેવતાઓને ભોગરુપે પણ ચડાવવામાં આવે છે. શકકરિયાની સાપેક્ષમાં બટાટાની સ્વીકૃતિ ખૂબ જ ઓછી છે.

બટાટા કરતાં હેલ્ધી છે શકકરિયું
બટાટાની સાપેક્ષમાં શકકરિયામાં વિટામિન અને ખનિજ વધુ માત્રામાં જોવા મળી રહે છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન-A અને વિટામિન-C મળી રહે છે. આ વિટામિન્સ આંખો માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. તે સિવાય શકકરિયામાં હાજર ફાઈબર તમારા મેટાબોલિઝમને યોગ્ય રાખીને તમારો વજન ઘટાડવામાં મદદરુપ સાબિત થાય છે.

સવારે ખાવ અને આખો દિવસ એનર્જેટિક રહો
શકકરિયું એક એવું કંદમૂળ છે કે, જે પચવામાં થોડી વાર લાગે છે. જો તમે સવારના નાસ્તામાં શકકરિયા ખાવ તો તમે આખો દિવસની ક્રેવિંગથી તો બચી જ જશો સાથે તમારી ડાયટિંગ પણ તૂટશે નહી. શકકરિયા ખાવાથી તમને ભરપૂર ઉર્જા મળી રહેશે, તે ખાધા પછી તમારે આખો દિવસ બીજુ કશું જ ખાવાની જરુરિયાત રહેશે નહી. એ વાતનું પણ વિશેષ ધ્યાન રાખવાની જરુર છે કે, સૂતા પહેલાં શકકરિયા ન ખાવા, જો તેને ખાધા પછી તમે તુરંત જ સૂવા માટે જશો તો વજન વધી શકે.

કેવી રીતે અને કેટલા પ્રમાણમાં શકકરિયું ખાવું?
ડૉક્ટર્સ મુજબ ઠંડીનાં દિવસોમાં સામાન્ય પાચનતંત્ર ધરાવતાં લોકો 100 ગ્રામ શકકરિયું ખાઈ શકે. તેને ઉકાળીને કે શેકીને ખાવું જોઈએ. અમુક જગ્યાએ લોકો તેને કાચુ પણ ખાય છે. જો કે, તે જમીનની અંદર ઉગે છે એટલે તેની સાથે અમુક સુક્ષ્મ જીવ પણ જોડાયેલા હોય છે માટે તેને પકાવ્યા વિના ખાવું જોખમકારક સાબિત થઈ શકે.

પથરીનાં દર્દીઓએ શકકરિયું ખાવાનું ટાળવું
શકકરિયામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ ઓક્સિલેટ હોય છે, જેના કારણે પથરીનાં દર્દીઓએ શકકરિયું ખાવાનું ટાળવું જોઈએ.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow