ધોરાજીમાં ભાદર નદીમાંથી યુવકની શંકાસ્પદ લાશ મળી,PM રિપોર્ટમાં હત્યાનો ઘટસ્ફોટ

ધોરાજીમાં ભાદર નદીમાંથી યુવકની શંકાસ્પદ લાશ મળી,PM રિપોર્ટમાં હત્યાનો ઘટસ્ફોટ

ધોરાજીના વેગડી ગામે ભાદર નદીમાંથી યુવકનો મૃતદેહ મળતાં તેની લાશને ફોરેન્સિક PM માટે ખસેડવામા આવી હતી જેમાં ઘટસ્ફોટ થયો છે કે યુવકને તીક્ષ્ણ હથિયારના બેરહેમીથી ઘા મારવામાં આવ્યા છે અને હત્યા કરી લાશને નદીમાં ફેંકી દેવાઇ છે. જામકંડોરણા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મૃતદેહ પડ્યો હોવાની જાણ થઈ
આજથી બે દિવસ પૂર્વે જામકંડોરણા ધોરાજી રોડ પર ભાદર નદીના પુલ પાસે ભાદર નદીમાં પાણીમાં પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં PSI વી.એમ.ડોડીયા અને હેડકોન્સ્ટેબલ આર.જી. મેટાડિયા સહિતનો પોલીસ સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને લાશનો કબજો લઇ ફોરેન્સિક PM માટે રાજકોટ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

લાશને ફોરેન્સિક PM માટે ખસેડવામા આવી હતી

ગળાના ભાગે ઇજા કરાઈ
જે રિપોર્ટ તેમજ પોલીસ તપાસમાં એવું ખુલ્યું છે કે યુવકને ગળાના ભાગે હથિયારથી ઇજા કરવામાં આવી હોઇ મોત થયું છે. PSI ડોડીયાએ જણાવ્યું હતું મૃતકની ઉમર 35 થી 40 વર્ષની છે. તેણે ભુખરા કલરનો ચેકસ વાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ હતું. તેમજ ગળાના ભાગે ઊંડો કાપો પડી ગયો હતો અને જમણા કાનના ભાગે,માથાના ભાગે પણ ઇજા થઈ હતી તેમજ પેટના જમણી બાજુના પડખાના ભાગે એક હોલ પડી ગયાનું જોવામાં આવ્યુ હતું.

મૃતક યુવકની ઓળખ અધિકારીઓ માટે ચેલેન્જ
તપાસનીશ અધિકારીઓ માટે હવે આ મૃતક કોણ છે? તેની હત્યા શા માટે અને કોણે નીપજાવી એ સહિતની કડી મેળવવી પોલીસ માટે ચેલેન્જ સાબીત થઇ રહી છે. જો કે આ કિસ્સામાં યુવાનને અહીં સુધી લાવીને નદીમાં કોઇ નાખી ગયું તો કોઇએ આ ઘટના નજરે નિહાળી છે કે કેમ તે સાક્ષી મળી જાય તો નવી દિશા સાંપડી શકે. નદીમાંથી યુવાનનો મૃતદેહ મળવાની ઘટનાથી નાના એવા ગામમાં ચકચાર વ્યાપી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow