સુશાંતસિંહ રાજપૂતનો ડુપ્લેક્સ ફ્લેટ હજુ પણ ખાલી, બ્રોકેરે જણાવ્યું કેમ લોકો ભાડે લેવાથી ડરી રહ્યા છે..

ખાલી છે સુશાંતવાળો ફ્લેટ
માનવામાં આવે છે કે સુશાંતે 14 જૂન 2020ના રોજ પોતાના ફ્લેટના પંખે લટકીને આત્મહત્યા કરી હતી. સુશાંતના મોતથી આખા દેશમાં તેના પ્રશંસકો શોકમગ્ન થયા હતા. કોરોનાકાળ દરમ્યાન આ સમાચાર આવવા બધા માટે શોકિંગ હતા. સુશાંત પોતાના બાંદ્રા વાળા એપાર્ટમેન્ટમાં મૃત મળ્યાં હતા. હાલમાં આ ઘરના એસ્ટેટ એજન્ટ રફીક મર્ચન્ટે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો. જ્યાં તેમણે જણાવ્યું કે તે મકાન હવે ફરીથી ભાડા માટે તૈયાર છે. આ ફ્લેટનુ ભાડુ પાંચ લાખ છે.
અભિનેતાની મોતથી ગભરાયા લોકો
સુશાંતના મોતના કારણે આ મકાનને કોઈ પણ જોવા માટે તૈયાર નથી. બ્રોકરે એક ન્યુઝ વેબસાઈટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે લોકોને આ પ્રોપર્ટીમાં બિલ્કુલ રસ નથી. તો સી-ફેન્સિંગ ડુપ્લેક્સ ફ્લેટના એનઆરઆઈ માલિકે ભાડુ પણ ઘટાડવાની ના પાડી દીધી છે. તે પાંચ લાખમાં જ ફ્લેટને આપવા માંગે છે. આ સાથે વિવાદથી બચવા માટે આગળ કોઈ પણ મૂવી સ્ટારને પણ ફ્લેટ ભાડા પર આપવાની ના પાડી દીધી છે. એવામાં જેટલા પણ પોટેન્શિયલ ભાડુઆત છે, તેઓ બીજા વિકલ્પ તપાસે છે.
વિવાદ સાથે જોડાયેલો ફ્લેટ કોઈ લેવા તૈયાર નથી
રફિકે કહ્યું કે આ કન્ડીશન્સ અને ફ્લેટમાં થયેલા મોતના કારણથી દરેક વ્યક્તિ તેનાથી બચવા માંગે છે. જે ફ્લેટ વિવાદો સાથે જોડાયેલો હોય તેવો ફ્લેટ કોઈ પણ વ્યક્તિ લેવા ઈચ્છશે નહીં. જો કોઈ ભાડુઆત રસ બતાવે છે તો પણ આજુબાજુમાં રહેતા સ્થાનિકો તેમને કહાનીઓ સંભળાવે છે.