આ મહિને સૂર્ય પૂજા અને તલ ખાવાથી શરીરની તાકત વધે છે

આ મહિને સૂર્ય પૂજા અને તલ ખાવાથી શરીરની તાકત વધે છે

હાલ પોષ મહિનાનો વદ પક્ષ ચાલી રહ્યો છે. તે પછી 22 જાન્યુઆરીએ મહા મહિનો શરૂ થઈ જશે. આ મહિનામાં સ્નાન અને દાન કરવું શુભ માનવામાં આવે છે. પુરાણો પ્રમાણે આ મહિનો મંગળ કાર્યો માટે પણ શ્રેષ્ઠ જણાવવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ખાસ પુણ્ય મળે છે. આ મહિને 20 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે. મહા મહિનાને હિંદુ સંસ્કૃતિમાં સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.  

સ્વાસ્થ્ય માટે ખાસ
મહા મહિનામાં ધૂપ લેવાથી અનેક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ધીમે-ધીમે દૂર થવા લાગે છે. આ મહિનામાં સૂર્યદેવની પૂજાનું ખાસ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ દરમિયાન સૂર્યથી આવતા કિરણોને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી શરીરને વિટામિન ડી મળે છે. બાળકોને તડકામાં બેસાડવાથી નિમોનિયા અને શરદી સાથે જોડાયેલી બીમારીઓથી બચાવી શકાય છે. ત્યાં જ, વડીલોએ પણ થોડીવાર માટે તડકામાં બેસવું જોઈએ. જેથી તેમને હાકડા સાથે જોડાયેલી પરેશાનીઓથી આરામ મળે છે.

મહા મહિનો અને તલ
આ મહિનામાં સૌથી વધારે તલનો ઉપયોગ કરવામાં આવે છે. મહા મહિનામાં સંકટ ચોથ, જયા એકાદશી, ભીમ બારસ, માઘી પૂનમ, તલ ચોથ, વિજયા એકાદશી અને અમાસ. આ વ્રત-પર્વ તલ વિના અધૂરા હોય છે. તેમાં તલ ખાવા અને દાન કરવાનું વિધાન છે. આ તિથિ-તહેવાર સાથે જ આખો મહિનો પાણીમાં તલ નાખીને નાહવાનું પણ વિધાન છે. આ મહિને તલ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તલમાં રહેલાં પૌષ્ટિક તત્વ આખું વર્ષ શરીરને તંદુરસ્ત રાખે છે.

મહા મહિનામાં સ્નાન-દાન
ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે મહા મહિનામાં સ્નાન, દાન અને પૂજા કરવી જોઈએ. તેનાથી બધા દોષમાંથી મુક્તિ મળે છે. નિર્ણયસિંધુ ગ્રંથ પ્રમાણે દરેક વ્યક્તિએ મહા મહિના દરમિયાન એકવાર પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. મત્સ્ય પુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં મહા મહિના દરમિયાન દાન અને તપ કરવાની વાત ઉલ્લેખવામાં આવી છે. સાથે જ મહા મહિનામાં પિતૃઓ માટે શ્રાદ્ધ કરવાનું પણ વિધાન છે.

પિતૃઓ માટે ખાસ મહિનો
મહા મહિનામાં કલ્પવાસ કરવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે મહા મહિનામાં જ મહાભારતના યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત થયેલાં પોતાના સગા-સંબંધીઓને સદગતિ આપવા માટે યુધિષ્ઠિરે કલ્પવાસ કર્યો હતો. જેમ કે, મહા મહિનાના વદ પક્ષની આઠમ તિથિએ અન્વષ્ટકા શ્રાદ્ધ હોય છે. તેવી જ રીતે મહા મહિનાના સુદ પક્ષની બારસ તિથિએ ભીષ્મ બારસ કરવામાં આવે છે. જેમણે પોતાના પૂર્વજોને તર્પણ ન આપ્યું હોય, તેઓ આ દિવસે તર્પણ આપીને લાભ પ્રાપ્ત કરી શકે છે. આ દરમિયાન અનુશાસિત જીવનશૈલી અપનાવવાથી અનેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળે છે.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow