સુરતમાં દિલ્હી-મુંબઈ જેવો ટ્રાફિકજામ, મેટ્રો અને રેલવે સ્ટેશન રિડેવલોપમેન્ટના કારણે 5 KMના રોડ પર વાહનોના થપ્પા
સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતું છે પણ છેલ્લા એક-બે વર્ષથી જે રીતે ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે, તેના પગલે ટ્રાફિક સિટી તરીકે ઓળખ થવા લાગે તો નવાઈ નહીં. એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે જ્યારે સીટીની મધ્યમાં આવેલા સુરત રેલ્વે સ્ટેશનની પણ રિ-ડેવલોપમેન્ટની કામગીરી ચાલી રહી છે. આ બંને કામગીરીને કારણે લોકો દિલ્હી મુંબઈ જેવા ટ્રાફિકજામમાં ફસાઈ રહ્યા છે. આજે રાત્રે પીક અવર્સમાં 5 કિલોમીટર લાંબા ટ્રાફિક જામના દૃશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે.
મેટ્રો અને રેલવે રિ-ડેવલોપમેન્ટનો પ્રોજેક્ટ નાગરિકો માટે સૌથી મોટી મુસીબત જે શહેરને તેના સમૃદ્ધ ટેક્સટાઇલ અને ઝગમગતા ડાયમંડ ઉદ્યોગ માટે "ડાયમંડ સિટી" તરીકે વૈશ્વિક ઓળખ મળી છે, તે સુરત હવે છેલ્લા એક-બે વર્ષથી સર્જાતા ભયંકર ટ્રાફિક જામને કારણે એક નવી, અનિચ્છનીય ઓળખ તરફ ધકેલાઈ રહ્યું છે 'ટ્રાફિક સિટી'.