હલદ્વાની દબાણ કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે: કહ્યું 50 હજાર લોકોને રાતોરાત હટાવી ન શકાય

હલદ્વાની દબાણ કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે: કહ્યું 50 હજાર લોકોને રાતોરાત હટાવી ન શકાય

હલદ્વાની દબાણ કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે આપતા કહ્યું કે, 50 હજાર લોકોને રાતોરાત હટાવી ન શકાય. જેથી હવે ઉત્તરાખંડ હાઇકોર્ટના આદેશ પર રોક લાગી છે. સુપ્રીમના નિર્ણય બાદ હવે હાલ તંત્ર કોઈ જ તોડફોડ નહીં કરી શકે. આ સાથે રેલવે અને રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. આ મામલાની આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે.

આખા દેશની નજર ઉત્તરાખંડના હલ્દ્વાની પર છે. દરેક વ્યક્તિ જાણવા માંગતા હતા કે, શું અદાલતમાં પણ હજારો લોકોની પ્રાર્થના કબૂલ થશે ? શું 50 હજાર લોકો રેલવેની જમીન પર દબાણની કિંમત ચૂકવશે?  કે પછી 4400 પરિવારોએ ઘર ગુમાવીને સરકારની બેદરકારીનું પરિણામ ભોગવવું પડશે ?  જોકે હાલમાં હાઇકોર્ટના ચુકાદાની વિરોધમાં હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમ્યાન આ મામલે હાલ પૂરતો સ્ટે આપી દીધો છે.

ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં લગભગ 50 હજાર લોકોના ઘરો પર બુલડોઝર દોડવાનો ભય છે. એવો આરોપ છે કે, લગભગ 4400 પરિવારો હલ્દ્વાનીમાં રેલવેની જમીન પર  દબાણ કરીને રહે છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે રેલવેને સાત દિવસમાં દબાણ હટાવવાનો આદેશ આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટમાં આ મામલામાં મહત્વની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે આ મામલે સ્ટે આપ્યો છે.

હલ્દ્વાની કેસને લઈને અનેક સવાલો

  • પહેલું: જો રેલ્વેની જમીન પર દબાણ હતું તો સરકાર હાઉસ ટેક્સ, વોટર ટેક્સ, વીજળી બિલ કેવી રીતે વસૂલતી રહી?
  • બીજું: રેલ્વેની જમીન છે તો સરકારે પોતે અહીં ત્રણ સરકારી શાળા અને સરકારી હોસ્પિટલ કેવી રીતે બનાવી?
  • ત્રીજું: જો સરકારી શાળાઓ પણ પડી ભાંગે તો વહીવટીતંત્ર હંગામી ધોરણે બાળકોને ભણાવવાનું વિચારે છે અને હજારો લોકો બેઘર બનીને ક્યાં જશે, તે કેમ વિચારવામાં આવતું નથી? આ સવાલોના જવાબ મળવાના બાકી છે, પરંતુ વહીવટીતંત્રે તેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

રેલવે અધિકારીઓએ ઉત્તરાખંડ હાઈકોર્ટની સૂચના પર કોના મકાનોને દબાણ ગણીને તોડી પાડવાની તૈયારી કર લીધી છે. વહીવટીતંત્ર દ્વારા મકાનો તોડવા માટે કેટલી ફોર્સ બોલાવવામાં આવી ? તે નક્કી કરવામાં આવ્યું છે. 14 કંપની અર્ધલશ્કરી-આરપીએફની માંગણી કરવામાં આવી છે. પાંચ કંપનીના પીએસી લગાવવામાં આવ્યા છે અને જિલ્લા વહીવટીતંત્ર હવે 8મી તારીખની રાહ જોઈ રહ્યું છે.

શું છે સમગ્ર મામલો ?

આ વાત છે ગફૂર બસ્તી, ઢોલક બસ્તી અને ઈન્દિરા નગરની છે જે હલ્દ્વાનીના બાનભૂલપુરાના 2.2 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે. જ્યાં રેલ્વે દ્વારા રહેવાસીઓને નોટિસ ફટકારવામાં આવી છે કે, કિમી 82.900 થી 80.170 રેલ્વે કિમી વચ્ચેના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે, અન્યથા દબાણ દૂર કરવામાં આવશે અને અતિક્રમણ કરનારાઓ પાસેથી જ ખર્ચ વસૂલવામાં આવશે.

રેલવેના જણાવ્યા અનુસાર 2013માં ગૌલા નદીમાં ગેરકાયદે રેતી ખનનને લઈને મામલો સૌપ્રથમ કોર્ટમાં પહોંચ્યો હતો. 10 વર્ષ પહેલા તે કિસ્સામાં એવું જાણવા મળ્યું હતું કે, રેલ્વેની બાજુમાં રહેતા લોકો જ ગેરકાયદેસર રેતી ખનન સાથે સંકળાયેલા હતા. ત્યારે દાવો કરવામાં આવે છે કે, હાઈકોર્ટે રેલવેને પક્ષકાર બનાવીને વિસ્તાર ખાલી કરવા કહ્યું હતું. ત્યારબાદ સ્થાનિક રહેવાસીઓએ સુપ્રીમ કોર્ટમાં જઈને વિરોધમાં અરજી દાખલ કરી હતી.

સુપ્રીમ કોર્ટે સ્થાનિક રહેવાસીઓની દલીલો સાંભળવાનો પણ નિર્દેશ આપ્યો છે. રેલવેનો દાવો છે કે, તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે 20 ડિસેમ્બર 2022ના રોજ અતિક્રમણ કરનારાઓને હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. રેલવેનો દાવો છે કે, તેની પાસે જૂના નકશા, 1959નું નોટિફિકેશન, 1971નો રેવન્યુ રેકોર્ડ અને 2017નો સર્વે રિપોર્ટ છે.

પરંતુ હાથમાં તમામ દસ્તાવેજો, જૂના કાગળો અને દલીલો સાથે લોકો પ્રશ્નો ઉભા કરે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, અમે રેલવેની જમીન પર દબાણ કર્યું નથી, રેલવે અમારી પાછળ પડી છે. હાલમાં રેલવેના 4400 પરિવારો અને 50 હજાર લોકો દબાણ કરનાર છે કે પછી તેઓ પોતાના ઘર બચાવવા લાચારીના વળાંક પર ઉભા છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow