સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની પુનર્વિચાર અરજી ફગાવી: જાણો દોષિતોને મળેલ માફી અંગે શું છે કેસ

સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની પુનર્વિચાર અરજી ફગાવી: જાણો દોષિતોને મળેલ માફી અંગે શું છે કેસ

સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં બિલકિસ બાનોએ મે મહિનામાં આપેલા સુપ્રીમ કોર્ટના આદેશને પડકાર્યો હતો, જેમાં ગુજરાત સરકારને 1992ના જેલના નિયમો હેઠળ 11 દોષિતોને મુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

કેમ કરાઈ હતી અરજી?
મે 2022માં ન્યાયાધીશ અજય રસ્તોગીએ એક દોષિતની અરજી પર આદેશ આપ્યો હતો કે ગુજરાત સરકાર 1992ની મુક્તિ નીતિ હેઠળ બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા પર વિચાર કરી શકે છે. જો કે, બિલકિસ બાનોએ પોતાની અરજીમાં કહ્યું છે કે આ કેસનું ટ્રાયલ મહારાષ્ટ્રમાં ચાલ્યું છે અને ત્યાંની રીલીઝ પોલિસી અનુસાર આવા જઘન્ય ગુનાઓમાં દોષિતોને 28 વર્ષ પહેલા છોડી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું
આપને જણાવી દઈએ કે, આ પહેલા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જે રાજ્યમાં અપરાધ થશે, તે રાજ્યમાં દોષિતની અરજી પર વિચારણા કરી શકાય છે. હવે જ્યારે બિલ્કિસ બાનો કેસ ગુજરાતનો હતો, તેથી આ કેસના દોષિતોને તેમની સજા ઘટાડાવી હતી, તો ગુજરાત સરકારને અપીલ કરવી હતી. સુપ્રીમ કોર્ટના તે આદેશ બાદ જ રીમિશન પોલિસી (માફીની નીતિ)ને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે બિલકિસ બાનો કેસમાં તમામ દોષતોને મુક્ત કરવાનો નિર્ણય સંભાવ્યો હતો.

ગુજરાત સરકારે 11 દોષિતોને આપી હતી માફી
જણાવી દઈએ કે, આ 15 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા તમામ 11 દોષિતોને માફી આપીને મુક્ત કરી દીધા હતા. કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોએ અને સિવિલ સોસાયટીના સંગઠનોએ આ બાબતે આકરી પ્રતિક્રિયા આપી હતી અને ગુજરાત સરકારની આકરી નિંદા કરી હતી.

રીમિશન પોલિસી (માફી નીતિ) એટલે શું?
રીમિશન પોલિસીનો સરળ ભાષામાં અર્થ માત્ર એટલો જ થાય છે કે કોઈ દોષિતની સજાના સમયગાળાને ઘટાડવામાં આવે. માત્ર આ વાતનું ધ્યાન રાખવું પડે છે કે સજાનું સ્વરૂપ બદલવાનું નથી, માત્ર સમયગાળો ઘટાડી શકાય છે.  બીજી તરફ, જો દોષિત માફી નીતિના નિયમોનું યોગ્ય રીતે પાલન ન કરે, તો તે તેને આપવામાં આવતી છૂટથી વંચિત રહી જાય છે અને પછી તેણે સંપૂર્ણ સજા ભોગવવી પડે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow