ઠંડી વચ્ચે મોંઘવારીનો 'તડકો': સિંગતેલના ભાવ ફરી વધતાં ગૃહણીઓનું બજેટ ખોરવાયું , ડબ્બે આટલા વધ્યા

ગુજરાતમાં વધતી જતી મોંઘવારી અને ઠંડી વચ્ચે મધ્યમ વર્ગને વધુ એક મોટો ફટકો પડ્યો છે.

મોંધવારીના માર વચ્ચે વધુ એક ફટકો લાગ્યો હોય તેમ સીંગતેલમાં બે દિવસમાં રૂપિયા 30નો વધારો થયો છે. સીંગતેલના 2700 ડબ્બાના ભાવ રૂ.2730 થયા અને કપાસિયા તેલમાં રૂપિયા 5 નો વધારો થયો છે.

છેલ્લા કેટલાક મહિનાઓ બાદ ફે એકવાર સીંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો થયો છે. વિગતો મુજબ ખાધ્યતેલમાં બે દિવસમાં રૂપિયા 30નો વધારો છે.

જેમાં નવા તેલની આવક વચ્ચે ભાવ વધારો નોંધાતા મધ્યમ વર્ગને વધુ એક ફટકો પડ્યો છે. વિગતો મુજબ કપાસિયા તેલના ડબ્બામાં 5 રૂપિયાનો વધારો તો સીંગતેલના ડબ્બામાં રૂપિયા 20નો વધારો થયો છે. જેને લઈ હવે સીંગતેલના ડબ્બાનો ભાવ વધીને 2 હજાર 720 થયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બે દિવસમાં સીંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 30નો વધારો થયો છે. તો અહી નોંધનીય છે કે, છેલ્લે વર્ષ 2022ના લગભગ ડિસેમ્બર મહિનામાં તેલના ભાવમાં વધારો થયો હતો.

જેમાં તે સમયે સિંગતેલના ભાવમાં ડબ્બામાં 20થી 30 રૂપિયાનો વધારો થતાં સિંગતેલના ડબ્બાનો ભાવ 2 હજાર 660થી વધી 2 હજાર 700 રૂપિયા સુધી પહોંચ્યો હતો.