સૂર્યના રાશિ પરિવર્તનને સંક્રાંતિ કહેવામાં આવે છે, આજે સૂર્યદેવ ધન રાશિમાં પ્રવેશ કરશે

આજથી 14 જાન્યુઆરી 2023 સુધી સૂર્ય ધન રાશિમાં રહેશે. 16 તારીખે એટલે આજે ધન સંક્રાંતિ છે. સંક્રાંતિ સૂર્ય પૂજાનું પર્વ છે અને એક વર્ષમાં 12 વખત ઊજવવામાં આવે છે. જોકે, સૂર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ ઘટનાને સંક્રાંતિ કહેવામાં આવે છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે સૂર્ય એક વર્ષમાં 12 વખત રાશિ બદલે છે. આ ગ્રહ લગભગ એક મહિના સુધી એક જ રાશિમાં રોકાય છે. આ પ્રકારે વર્ષમાં 12 વખત સંક્રાંતિ પર્વ ઊજવવામાં આવે છે. જ્યોતિષમાં સૂર્યને નવ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. 12 રાશિઓમાં સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે.
સંક્રાંતિમાં દાન કરવાની પરંપરા
સંક્રાંતિ સૂર્ય પૂજા સાથે જ દાન-પુણ્ય કરવાનું પર્વ છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને જરૂરી સામગ્રીનું દાન કરવું જોઈએ, જેમ કે, અનાજ, ધન, કપડાં, બૂટ-ચપ્પલ, બાળકોને અભ્યાસને લગતી સામગ્રી, નાની કન્યાઓને શ્રૃંગારની સામગ્રી દાન આપી શકાય છે. જો શક્ય હોય તો આ દિવસે કોઈ નદીમાં સ્નાન પણ કરો. તીર્થ દર્શન કરો. વધારે લાંબી યાત્રા કરી શકો નહીં તો આસપાસના પૌરાણિક મંદિરમાં દર્શન કરી શકો છો.
સૂર્ય પૂજા કરવાથી કુંડળીના ગ્રહ દોષ દૂર થાય છે
- કુંડળીમાં સૂર્યની સ્થિતિ ઠીક ન હોય તો રવિવારે સૂર્યદેવની ખાસ પૂજા કરો. સૂર્ય નવ ગ્રહોના રાજા છે, આ કારણે સૂર્ય પૂજા કરવાથી બધા નવ ગ્રહના દોષની અસર ઘટી શકે છે.
- જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી ન હોય તો તેને કોઈપણ કામમાં સરળતાથી સફળતા અને માન-સન્માન મળી શકતું નથી.
- સૂર્ય ગ્રહના દોષને દૂર કરવા માટે સવાર-સવારમાં સૂર્ય પૂજા કરવી જોઈએ, સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ. જરૂરિયાતમંદ લોકોને તાંબાના વાસણ અને પીળા ઊનના કપડાંનું દાન કરવું.
- સૂર્યદેવ શનિ અને યમરાજના પિતા છે
સૂર્યદેવ શનિ, યમરાજ અને યમુનાજીના પિતા છે. યમરાજ અને યમુના સૂર્ય અને સંજ્ઞાના સંતાન છે, જ્યારે શનિ સૂર્ય અને છાયાના સંતાન છે. જ્યોતિષ માન્યતા પ્રમાણે શનિદેવ સૂર્યને દુશ્મન માને છે. - પંચદેવોમાં સૂર્યદેવ સામેલ છે
સૂર્યને પંચદેવોમાંથી એક માનવામાં આવે છે. પંચદેવોમાં સૂર્ય સાથે જ ગણેશજી, શિવજી, વિષ્ણુજી અને દેવી દુર્ગા છે. કોઈપણ કામની શરૂઆતમાં આ પાંચ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. - હવે 14 જાન્યુઆરી સુધી ધનુર્માસ રહેશે
સૂર્યના ધન રાશિમાં આવી જવાથી ધનુર્માસ શરૂ થઈ જશે. આ અંગે માન્યતા છે કે આવતા એક મહિના સુધી સૂર્ય પોતાના ગુરુ બૃહસ્પતિની સેવામાં રહેશે. આ કારણે ધનુર્માસમાં કોઈપણ પ્રકારના શુભ મુહૂર્ત રહેશે નહીં.