બેંગલુરુમાં આત્મવિલોપનનો પ્રયાસ

બેંગલુરુમાં કોર્પોરેશનનું બુલડોઝર એક મકાનને તોડવા પહોંચ્યું ત્યારે દંપતીએ રસ્તો રોકી દીધો. તેમણે અધિકારીઓને ધમકીને આપી કે જો ઘર તોડી પાડવામાં આવશે તો તે પોતાની જાતને આગ લગાવી દેશે.દંપતીએ પોતાના પર પેટ્રોલ છાંટ્યું.જો કે આગ લગાવવા માટે માચિસની સળી સળગાવી પરંતુ તે સળગી નહીં.
દંપતીને આગ લગાવતા જોઈ પોલીસ અને પડોશીઓએ સાથે મળીને તેમને બચાવી લીધા. પડોશીઓએ તેમના પર પાણી રેડ્યું અને તેમના હાથમાંથી પેટ્રોલની બોટલ છીનવી લીધી. હકીકતમાં બેંગલુરુમાં આ દિવસોમાં ડિમોલિશન અભિયાન ચાલી રહ્યું છે, જેમાં શહેરના ડ્રેનેજને અવરોધતા ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત બુધવારે મહાનગરપાલિકાનું બુલડોઝર કેઆર પુરમના એસઆર લેઆઉટમાં ગેરકાયદે બાંધકામને તોડી પાડવા પહોંચી ગયું હતું.
સોના સેન અને સુનિલ સિંહ નામના દંપતીના ઘરે કોર્પોરેશનની ટીમ પહોંચી ત્યારે તેઓ ઘરની દીવાલ પાસે ઊભા હતા અને પોતાના પર પેટ્રોલ છાંટીને આત્મવિલોપનની ધમકી આપવા લાગ્યા હતા. આ દરમિયાન પોલીસકર્મી અને પડોશીએ દંપતીને સમજાવ્યું કે તેઓ ગુસ્સામાં આવીને કોઈ પગલું ન ભરે.
સોના સેને તેમની વાત ન સાંભળી અને બોટલમાંથી તેના પતિ અને પોતાના પર પેટ્રોલ છાંટવાનું ચાલુ રાખ્યું. તેણે માચીસની સ્ટિક કાઢી. તેને સળગાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સળગી નહીં. ત્યારે ઉપર ઉભેલા કેટલાક લોકોએ તેમના પર ડોલ વડે પાણી રેડ્યું. આસપાસ ઉભેલા લોકોએ પતિ-પત્નીને પકડીને ઉપર ખેંચી લીધા હતા. આ પછી ફાયર ફાઈટરની ટીને તેમના પર પાણી છાટ્યું હતું.
લોકોએ મહાનગરપાલિકાના અધિકારીઓને પણ થોડા સમય માટે મકાન તોડવાની કામગીરી અટકાવવા અપીલ કરી હતી. આ પછી પડોશીઓ અને પોલીસે દંપતીને ઘરની અંદર ખેંચી ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.