સૂકા પવનો ફૂંકાતા અચાનક ગરમી વધી, માર્ચમાં લઘુતમ અને મહત્તમ તાપમાન બન્ને વધશે, એપ્રિલમાં હીટવેવ

સૂકા પવનો ફૂંકાતા અચાનક ગરમી વધી, માર્ચમાં લઘુતમ અને મહત્તમ તાપમાન બન્ને વધશે, એપ્રિલમાં હીટવેવ

રાજકોટમાં ગુરુવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રીએ પહોંચ્યું હતું. જે સૌરાષ્ટ્રનું સૌથી ઊંચું છે. ચાર દિવસ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં એક ડિગ્રી વધઘટ નોંધાશે. માર્ચમાં લઘુતમ-મહત્તમ તાપમાન બન્ને વધશે. એપ્રિલમાં હીટવેવ રહેશે. ફેબ્રુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ક્યારેક ઠંડી અને ગરમી અનુભવાશે. રાજકોટમાં 39 ડિગ્રીએ તાપમાન પહોંચતા બપોરે ઉનાળા જેવો અનુભવ થયો હતો. દિવસમાં એસી અને પંખાનો લોકોએ ઓફિસ અને ઘરમાં સહારો લીધો હતો. સવારે લઘુતમ તાપમાન 15.4 નોંધાયું હતું. તેમજ ઊંચું તાપમાન હતું પરંતુ સામે પવન માત્ર 8 કિમીની ઝડપે જ ફૂંકાયો હતો.

જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે 71 ટકા અને દિવસના 32 ટકા હતું. વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર આ વખતે રાજકોટમાં ઉનાળામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. પવનની દિશા નોર્થ ઈસ્ટની થતા તાપમાનમાં વધારો થયો હતો. આ પવન સૂકા હોય છે. જેને કારણે સૌથી વધુ તાપમાન રાજકોટમાં નોંધાયું હતું, તો બીજી બાજુ ગરમી વધતા પાણીના વપરાશ, દૂધ- શાકભાજીની આવક પર તેની અસર જોવા મળી રહી છે.

હાલ એક મહિનો સવારે- રાત્રે ઠંડી અને દિવસમાં ગરમી જોવા મળશે. મિશ્ર ઋતુને કારણે શરદી- ઉધરસ,તાવના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં સિંગલ ડિજિટમાં તાપમાન પહોંચ્યું હતું. સાથે ઠંડા પવનો પણ ફૂંકાયા હતા. જેને

કારણે સતત સપ્તાહ સુધી કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. હાલમાં કાતિલ ઠંડી ઘટતા લોકોએ રાહતનો દમ લીધો હતો. હવામાન ખાતાના જણાવ્યાનુસાર 15 ફેબ્રુઆરી બાદ સૌરાષ્ટ્રમાંથી શિયાળાની વિદાય થતી હોય છે. ગરમી વધવાને કારણે યાર્ડમાં લીલા શાકભાજીની આવક ઘટી છે, તો ભાવમાં પણ વધારો થયો છે. માર્ચ માસથી ફ્લાઈટમાં સમર શિડ્યૂલ લાગુ થશે.

ગુરુવારે દિવસનું તાપમાન 39.3 ડિગ્રી હતું. જ્યારે રાત્રે 8.30 કલાકે 28.3 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું. આમ દિવસ અને રાત્રિના તાપમાનમાં 11.3 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો હતો. જોકે રાત્રિના સમયે પવનની ઝડપ 5.4 કિમી રહી હતી. આમ, દિવસની સરખામણીએ રાત્રે પવનની ઝડપ ઘટી ગઈ હતી. વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર આગામી ત્રણ દિવસ સુધી ચોખ્ખું વાતાવરણ રહેશે.

ત્યારબાદના દિવસમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. હવામાન ખાતાના જણાવ્યાનુસાર માર્ચ માસમાં મહત્તમ તાપમાન ઊંચું જાશે. સામાન્ય રીતે 39.3 ડિગ્રી તાપમાન માર્ચમાં નોંધાતું હોય છે જેના બદલે અત્યારે ફેબ્રુઆરીમાં જ નોંધાયું છે. જેને કારણે ઉનાળો સત્તાવાર રીતે શરૂ થાય તે પહેલાં જ 39 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતા લોકો ત્રસ્ત થયા હતા. વધુમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ અત્યારે સવારે ગરમીમાં રાહત મળે છે. પરંતુ આગામી દિવસોમાં તે બંધ થઈ જશે. સવારે પણ લઘુતમ તાપમાન ઊંચું રહેશે.

ગરમી હોવાને કારણે બપોરે 1.00 થી 4.00 સુધી ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, સહિતની બજારમાં ગ્રાહકોની ભીડ અને શહેરમાં રોડ-રસ્તા પર ટ્રાફિક ઓછો જોવા મળ્યો હતો. જ્યારે સાંજે ટ્રાફિક અને બજારમાં લોકોની ભીડ પૂર્વવત થઈ હતી. રાજકોટમાં ઉનાળામાં અલગ અલગ વિસ્તારમાં મહત્તમ તાપમાનનો પારો અલગ અલગ જોવા મળે છે જેમાં સૌથી વધુ તાપમાન ત્રિકોણબાગ, કોર્પોરેશન ચોકમાં નોંધાય છે.

રાજકોટમાં 22 ફેબ્રુઆરી સુધી કેટલું તાપમાન નોંધાશે
તારીખલઘુતમમહત્તમ
171638
181638
191638
201637
211436
221336

​​​​​​​

ક્યા કેટલું તાપમાન
શહેરમહત્તમલઘુતમ
અમરેલી3814.2
ભાવનગર35.117.8
દ્વારકા3018.4
ઓખા26.519.4
પોરબંદર36.613.4
રાજકોટ39.315.4
વેરાવળ33.618.2
દીવ3113

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow