પહેલી જાન્યુઆરીથી ઉપયોગમાં નહીં લઈ શકાય આવા ઈલેક્ટ્રિક વોટર હીટર, સરકારે લીધો મોટો નિર્ણય

પહેલી જાન્યુઆરીથી ઉપયોગમાં નહીં લઈ શકાય આવા ઈલેક્ટ્રિક વોટર હીટર, સરકારે લીધો મોટો નિર્ણય

ભારતમાં શિયાળાની ઋતુ આવી ગઈ છે. શિયાળામાં ઇલેક્ટ્રિક વોટર હીટરની ખૂબ માંગ રહે છે. તેનો સૌથી વધુ ઉપયોગ થાય છે. જો તમે પણ ગીઝર ખરીદવા અથવા ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો, તો સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેના વિશે જરૂર જાણી લો.

ઉર્જા મંત્રાલયે કહ્યું છે કે 1 જાન્યુઆરી, 2023થી 1 સ્ટારવાળા ઇલેક્ટ્રિક વોટર હીટર કાયદેસર નહીં રહે. આ નવો નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થવા જઈ રહ્યો છે. એટલે કે 1 જાન્યુઆરીથી એક સ્ટારવાળા ઇલેક્ટ્રિક વોટર હીટર વેચવામાં આવશે નહીં.

ઉર્જા મંત્રાલયે જાહેર કર્યું નવુ નોટિફિકેશન
મંત્રાલય દ્વારા નોટિફિકેશનમાં ટેબલ જારી કરવામાં આવ્યું છે. આ ટેબલમાં એક સ્ટાર રેટિંગ વાળા હિટરના વેલિડેશન વિશે જણાવવામાં આવ્યું છે. 1 સ્ટારવાળા ઇલેક્ટ્રિક વોટર હીટર 1 જાન્યુઆરી 2023 થી 31 ડિસેમ્બર 2025 સુધી માન્ય રહેશે નહીં.

આ હિટરમાં થાય છે વધારે વિજળીની ખપત
નોટિફિકેશન મુજબ 6 લિટરથી 200 લિટરની ક્ષમતાના 1 સ્ટાર ઇલેક્ટ્રિક વોટર હીટર આવતા વર્ષથી કાયદેસર રહેશે નહીં. તમને જણાવી દઈએ કે, 1 સ્ટાર રેટિંગવાળા ડિવાઈસ વધુ પાવર વાપરે છે અને બજેટમાં પણ ગડબડ કરે છે.

મંત્રાલયે કહ્યું કે સ્ટોરેજ ટાઈપના ઇલેક્ટ્રિક વોટર હીટરના એનર્જી પરફોર્મન્સ લેવલને અપગ્રેડ કરવાની જરૂર છે. જેથી ઓછી ઉર્જાની જરૂર પડે. જો તમે પણ 1 સ્ટારવાળા વોટર હીટરનો ઉપયોગ કરો છો, તો વધુ સ્ટારવાળા હીટરનો ઉપયોગ કરો, કારણ કે તે ઓછા પાવર વપરાશમાં ઝડપથી પાણી ગરમ કરે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow