વડોદરાની MS યુનિવર્સિટીની ડિસિપ્લિનરી કમિટી સમક્ષ આજે વિદ્યાર્થીઓ હાજર ન થયા

વડોદરાની MS યુનિવર્સિટીની ડિસિપ્લિનરી કમિટી સમક્ષ આજે વિદ્યાર્થીઓ હાજર ન થયા

વડોદરાની MS યુનિવર્સિટની બોય્સ હોસ્ટેલના MM હોલમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થયા બાદ ત્રણેય વિદ્યાર્થીઓને કમિટી સમક્ષ હાજર થવાનો પત્ર લખવામાં આવ્યો હતો. જો કે, આજે એકપણ વિદ્યાર્થી ડિસિપ્લિનરી કમિટી સમક્ષ હાજર થયો નહોતો. જેથી હવે વિદ્યાર્થીઓને 21 ઓગસ્ટે જાહેર થવા માટે નોટિસ આપવામાં આવશે.

દારૂની મહેફિલનો વીડિયો વાઈરલ થયો હતો
વડોદરાની MS યુનિવર્સિટીની બોય્સ હોસ્ટેલના MM હોલમાં 15 ઓગસ્ટે દારૂની પાર્ટી કરતા 3 વિદ્યાર્થીઓનો વીડિયો વાઇરલ થયો હતો. ત્યારબાદ કમિટીએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી અને આજે ચીફ વોર્ડનની ઓફિસ ખાતે કમિટીની મિટીંગ મળી હતી. જેમાં તમામ વિદ્યાર્થીઓને હાજર થવા માટે જણાવવામાં આવ્યું હતું. જો કે, એકપણ વિદ્યાર્થી આજે કમિટી સમક્ષ હાજર થયો નહોતો. જેથી, કમિટી સમક્ષ હાજર થવા માટે ફરીથી તારીખ નક્કી કરવામાં આવી હતી.

એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની દારૂની મહેફિલ મામલે ડિસિપ્લિનરી કમિટીના કન્વિનર હરિ કટારીયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને આજે કમિટી સમક્ષ ઉપસ્થિત રહેવા માટેનો પત્ર લખ્યો હતો. જો કે, આજે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા નથી. જેથી આપણે કોઇ નિર્ણય ન કરી શકીએ. જેથી ફરી વિદ્યાર્થીઓને 21 ઓગસ્ટના બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ સામે હજી સુધી કોઇ એક્શન લેવામાં આવ્યા નથી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow