વિદ્યાર્થીઓ લાગી જજો તૈયારીમાં ! CBSE 10 અને 12મા ધોરણની પરીક્ષાની તારીખ થઈ જાહેર

આ વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં બેસી રહેલા વિદ્યાર્થીઓએ હવે પરીક્ષાની તૈયારીમાં લાગી જજો. કારણ કે બોર્ડની પરીક્ષાને હવે દોઢ જ મહિનો રહ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ગુરુવારે પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી દીધી છે. CBSEની જાહેરાત અનુસાર, ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે.
02 થી 14 જાન્યુઆરીની વચ્ચે પ્રેક્ટિકલ પરીક્ષા
CBSEએ શૈક્ષણિક સત્ર 2022-23 માટે ધોરણ 10 અને 12 ની પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખોની જાહેરાત કરી દીધી છે. બોર્ડ 02 થી 14 જાન્યુઆરી 2023 ની વચ્ચે ધોરણ 10 અને 12 માટે પ્રેક્ટિકલ પરીક્ષા લેશે.
હવે જાહેર થશે ટાઈમ ટેબલ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ટૂંક સમયમાં ડેટશીટ અને ટાઈમ ટેબલ જાહેર કરી શકે છે. ડેટશીટ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in અને cbse.nic.in પર જઈને પોતાની ડેટશીટ ચેક અને ડાઉનલોડ કરી શકશે.
પરીક્ષાની ડેટશીટ કેવી રીતે ડાઉનલોડ કરવી
સ્ટેપ 1: ડેટશીટ જાહેર થયા બાદ સૌથી પહેલા સીબીએસઈ cbse.gov.in ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
સ્ટેપ 2: હોમ પેજ પર સીબીએસઈ 10 મી અને 12 મી બોર્ડની પરીક્ષા 2023 ની પીડીએફ લિંક મળશે.
સ્ટેપ 3: વિદ્યાર્થીઓ 10 મી અથવા 12 મી બોર્ડની પરીક્ષાની ડેટશીટ પર ક્લિક કરીને તેને ચકાસી અને ડાઉનલોડ કરી શકશે.
સ્ટેપ 4: વિદ્યાર્થીઓ ડેટશીટની પ્રિન્ટઆઉટ લઈ શકશે અને તેને પોતાની પાસે રાખી શકશે.