સ્ટાર્ટઅપ કલ્ચરને વેગ આપવા તથા પ્રોત્સાહિત કરવા સરકાર 10 કરોડ સુધીની લોનની ગેરંટી આપશે

સ્ટાર્ટઅપ કલ્ચરને વેગ આપવા તથા પ્રોત્સાહિત કરવા સરકાર 10 કરોડ સુધીની લોનની ગેરંટી આપશે

દેશમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય માટે સરકાર અનેકવિધ પહેલ કરી રહી છે ત્યારે હવે સરકારે નવી સ્કીમ લોન્ચ કરી છે. આ સ્કીમ અંતર્ગત સ્ટાર્ટઅપ કંપનીઓને કોઇપણ પ્રકારની ગેરંટી વગર 10 કરોડ રૂપિયાની લોન મળશે. લોનની ગેરંટી સરકાર પોતે જ આપશે.

આ માટે સરકારે સ્ટાર્ટઅપ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સને મંજૂરી આપી છે. Department for Promotion of Industry and Internal Trade (DPIIT)એ આ સંદર્ભે એક નોટિફિકેશન પણ જારી કર્યું છે. આ સ્કીમ અંતર્ગત પાત્રતા ધરાવતા સ્ટાર્ટઅપ્સને લોન મળી શકશે.

આ સ્કીમના સંચાલન ઉપરાંત DPIIT એક મેનેજમેન્ટ સમિતિ તેમજ રિસ્ક ઇવેલ્યુએશન સમિતિની પણ રચના કરશે. આ સમિતિઓ સ્કીમની સમયાંતરે સમીક્ષા તેમજ દેખરેખ કરશે. નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (NCGTC) આ સ્કીમનું સંચાલન કરશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવાના ઉદ્દેશ્યથી સરકાર સહાયતા ઉપલબ્ધ કરાવવા તેમજ ઇન્સેન્ટિવ આપવા માટે વડાપ્રધાન મોદીએ 16 જાન્યુઆરી, 2016ના રોજ દેશમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા એક્શન પ્લાન લોન્ચ કર્યો હતો. તેના જ અંતર્ગત ક્રેડિટ ગેરંટી સ્કીમ પણ રજૂ કરાઇ હતી. તેનો ઉદ્દેશ્ય દેશમાં અનેકવિધ સેક્ટર્સમાં ઉદ્યોગસાહસિકતાના પ્રોત્સાહન આપવાનો હતો. દેશમાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સની સંખ્યા ઝડપી ગતિએ વધી રહી છે.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow