કંપનીઓ અને વપરાશકર્તાઓ વચ્ચેના સંબંધો મજબૂત

કંપનીઓ અને વપરાશકર્તાઓ વચ્ચેના સંબંધો મજબૂત

વૈશ્વિક સ્તરે માત્ર ભારતમાં જ વેપાર ખાધમાં જંગી વધારો થયો નથી પરંતુ અમેરિકામાં પણ આ સ્થિતિ સર્જાઇ છે. 2018થી અમેરિકા અને ચીન વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં તણાવ ચરમસીમા પર છે તેમ છતાં 2022માં તેમની વચ્ચે 690 બિલિયન ડોલર (57 લાખ કરોડ રૂપિયા) નો રેકોર્ડ વેપાર થયો હતો. યુ.એસ.થી ચીનમાં મર્ચેન્ડાઇઝની નિકાસ $153.8 બિલિયન (રૂ. 12.69 લાખ કરોડ)ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે, જ્યારે ચીનમાંથી આયાત $536.8 બિલિયન (રૂ. 44.3 લાખ કરોડ) પર પહોંચી છે.

એશિયન ટ્રેડ સેન્ટરના સ્થાપક ડેબોરાહ એલ્મ્સના જણાવ્યા અનુસાર આ આંકડા દર્શાવે છે કે સરકારોના મતભેદો હોવા છતાં બે મોટી અર્થવ્યવસ્થાઓની કંપનીઓ અને વપરાશકર્તાઓ વચ્ચેના સંબંધો મજબૂત છે.

ગતવર્ષે અમેરિકાની ચીનથી વેપાર ખાધ પણ 8 ટકા વધીને 31.6 લાખ કરોડ રૂપિયા પહોંચી ગઇ છે. જે 2018ના 34.6 લાખ કરોડ પછી બીજી વખત સૌથી વધુ વેપાર ખાધ રહી છે. અમેરિકામાં હજુ વેપાર ખાધ વધી શકે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow