2050 સુધી કાર્બન ઉત્સર્જન શૂન્ય કરવા માટે નવા રોડ પ્રોજેક્ટ પર જ રોક, લોકોને ચાલવા માટે પ્રોત્સાહિત કરાશે

2050 સુધી કાર્બન ઉત્સર્જન શૂન્ય કરવા માટે નવા રોડ પ્રોજેક્ટ પર જ રોક, લોકોને ચાલવા માટે પ્રોત્સાહિત કરાશે

વિશ્વમાં કાર્બનની માત્રા ઓછી કરવા માટે કવાયત ચાલી રહી છે. આ દિશામાં સૌથી પહેલાં બ્રિટનની વેલ્સ સરકારે પગલું ભર્યું છે. જેને લઈને વેલ્સ સરકારે 2050 સુધી નેટ ઝીરો ઈમિશન કરવા માટે નવા રોડ બનાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

એટલું જ નહીં, નવા 59માંથી 42 પ્રોજેક્ટ પણ રોકી દીધા છે. ત્યારે બ્રિજ અને હાઈવે પ્રોજેક્ટને પણ રોકી દીધા છે. વેલ્સમાં ક્લાઇમેટ ચેન્જના નાયબ મંત્રી લી વાટર્સે રસ્તાના વિકાસને સીમિત કરવો જળવાયુ સંકટનું એક મહત્ત્વપૂર્ણ સમાધાન છે જેના પર સરકારોએ બહુ ઓછું વિચારવાની હિંમત કરી છે. પરિવહન આયોજકો દાયકાથી કહી રહ્યા છે કે જો તમે વધારે રસ્તાઓ બનાવશો તો લોકો પણ વધારે કાર ખરીદશે. તેવામાં ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન પણ વધારે થશે, પ્રદૂષણ થશે અને ભીડ પણ વધશે.

યુકેમાં લગભગ 12.5% અને યુએસમાં 15% કારો કાર્બનનું ઉત્સર્જન કરે છે. જેથી પ્રદૂષણને ઓછું કરવા માટે ઓછી કારોનો ઉપયોગ કરવો પડશે. તેના સ્થાને સાર્વજનિક વાહનો, સાઇકલ ચલાવવા અને ચાલવા માટે પ્રોત્સાહિત કરાશે. વેલ્સ રેલ અને બસ સર્વિસની સાથેસાથે ચાલવા અને સાઈકલ ચલાવવાની યોજનાઓમાં રોકાણ કરી રહ્યા છે. વેલ્સે હવે પ્રવાસનની દિશા નિર્ધારિત કરી દીધી છે. દેશના ઘણા નિષ્ણાતોએ સલાહ આપી છે કે વર્તમાનમાં ચાલી રહેલાં વાહનો અને ગેસથી ચાલતી કારોને ઈલેક્ટ્રિક વાહનો (ઈવી) સાથે બદલવા પર ધ્યાન આપવું જોઈએ.

સરકારે બ્રિજ અને હાઈવે પ્રોજેક્ટ પર પણ રોક લગાવી
બ્રિટનની વેલ્સ સરકારે કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે નવા બ્રિજ બનાવવા અને હાઈવે પ્રોજેક્ટ પર પણ રોક લગાવી છે. જોકે એવા રસ્તાઓ બનાવવા પર વિચાર કરાઈ રહ્યો છે જ્યાં કારોની જગ્યાએ ફક્ત સાર્વજનિક બસો ચાલે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow