રાજ્યો સંમતિ આપશે પછી પેટ્રોલ, ડીઝલ GST હેઠળ આવરી લેવાશે

રાજ્યો સંમતિ આપશે પછી પેટ્રોલ, ડીઝલ GST હેઠળ આવરી લેવાશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને બુધવારે જણાવ્યું હતું કે રાજ્યો વચ્ચે સહમતિ સધાયા બાદ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટી હેઠળ આવરી લેવામાં આવશે. ઉદ્યોગોના સમૂહ પીએચડી ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સભ્યો સાથે પોસ્ટ-બજેટ સંવાદ દરમિયાન નાણામંત્રીએ આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે જીએસટી હેઠળ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને સામેલ કરવાની માટેની જોગવાઈ પહેલેથી જ છે. મારા પુરોગામીએ આ અંગેની વ્યવસ્થા કરી હતી.

હાલ પેટ્રોલિયમ ક્રૂડ, પેટ્રોલ, હાઇસ્પીડ ડીઝલ, કુદરતી ગેસ અને એટીએફને જીએસટીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જીએસટી કાઉન્સિલની 49મી બેઠક આગામી 18 ફેબ્રુઆરીએ નવી દિલ્હી ખાતે મળશે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર જીએસટીનો શું દર લાગુ કરવો એ અંગે રાજ્યોએ નિર્ણય લેવાનો છે. એકવાર તેઓ નિર્ણય લેશે એ પછી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટી હેઠળ આવરી લેવાશે. સીતારામને કહ્યું હતું કે 2023-24ના બજેટમાં કેન્દ્ર સરકારે ખર્ચ 33 ટકા વધારીને 10 લાખ કરોડ રૂપિયા કર્યો છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow