સવારે ઉઠતાની સાથે જ કરવા લાગો છો ફોનનો ઉપયોગ? મગજ પર થઈ શકે છે ગંભીર અસર, જાણો શું કહે છે એક્સપર્ટ્સ

સવારે ઉઠતાની સાથે જ કરવા લાગો છો ફોનનો ઉપયોગ? મગજ પર થઈ શકે છે ગંભીર અસર, જાણો શું કહે છે એક્સપર્ટ્સ

આજના સમયમાં સ્માર્ટફોન જરૂરીયાત બની ગયો છે અને ધીરે ધીરે લોકોને તેની લત લાગી રહી છે. ફોનનો ઉપયોગ ફક્ત કોલ કરવા અથવા કોઈને મેસેજ કરવા માટે કરવામાં આવતો હતો પરંતુ હવે ફોનથી શોપિંગ, ભોજન ઓર્ડર કરવું, લોકેશન શેરરિંગ, ટ્રેન, ફ્લાઈટ અથવા ફિલ્મોની ટિકિટ બુકિંગ જેવા કામ પણ થઈ રહ્યા છે.

હવે સ્માર્ટફોનમાં એન્ટરટેઈનમેન્ટ માટે ઘણા ઓપ્શન આવી રહ્યા છે. શોર્ટ વીડિયોનો પણ ક્રેઝ તેટલો જ વધી રહ્યો છે આપણે કામ વગર આમ જ સ્માર્ટફોન જોવા લાગીએ છીએ.

મગજનું ઝટકાથી જાગવું
સવાર પડતાની સાથે જ સૌથી પહેલા તમારો ફોન સ્ક્રોલ કરવાથી આપણે પોતાના શરીર અને મગજને સીધુ સંપૂર્ણ રીતે સતર્ક થવા માટે મજબૂર કરી દઈએ છીએ. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઉંધ આવતી વખતે આપણું મગજમાં ડેલ્ટા તરંગો બને છે અને સવારે ઉઠ્યા પહેલા ઉંઘની સ્થિતિમાં તે થીટા તરંગોમાં બદલાઈ જાય છે. ત્યાર બાદ આપણું મગજ આલ્ફા તરંગ બનાવે છે જોકે એ નક્કી હોય છે જ્યારે તમે જાગેલા હોય છો પરંતુ બેડ પર સુતા સુતા જ આરામ કરી રહ્યા હોય છો.

તમારા માટે ખૂબ જ મહત્વનો છે સવારનો સમય
એક રિપોર્ટ અનુસાર આપણા મજગ, "આપણા દિમાગની દરેક અવસ્થા જ્યારે તેમાં થીટા તરંગ વહી રહ્યા હોય ત્યારે તે નવા આઈડિયા પર વિચાર કરવા અથવા સપના જોવાનો યોગ્ય સમય હોય છે.

રિસર્ચમાં એ પણ જાણકારી મળી છે કે સવારે જ્યારે મગજ આલ્ફા અવસ્થામાં હોય છે ત્યારે ધ્યાન લગાવવા માટે વ્યાયામ કરવાનો યોગ્ય સમય હોય છે. આ તમારી બોડીને ફ્રેસ બનાવે છે."

ઉંઘમાંથી ઉઠતા જ ફોન જોવાના નુકસાન
જોકે જ્યારે આપણે ઉંઘમાંથી ઉઠીને પોતાનો ફોન ઉઠાવી લઈએ છીએ તો આપણે પોતાના મગજને સીધો ઝટકો આપતા હોઈએ છીએ. આ રીતે તે મસ્તિષ્કના થીટા અને આલ્ફા અવસ્થાઓને છોડી દે છે.

જેના કારણે મનમાં બેચેની અને સ્ટ્રેસ જેવી સ્થિતિ ઉભી થાય છે. સવારે ઉઠતાની સાથે જ ફોન ઉઠાવવા પર કોઈ ખરાબ ખબર આપણને મળે તો તેનાથી આખો દિવસ તમારા મગજ પર અસર રહે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow