ફક્ત 25 હજારમાં શરૂ કરો આ ધાંસૂ બિઝનેસ! સરળતાથી થશે 30 લાખથી વધારેની કમાણી, સરકાર આપશે સબસિડી

ફક્ત 25 હજારમાં શરૂ કરો આ ધાંસૂ બિઝનેસ! સરળતાથી થશે 30 લાખથી વધારેની કમાણી, સરકાર આપશે સબસિડી

જો તમે પણ નોકરીના પ્રેશરમાંથી બહાર આવવા માંગો છો અને બિઝનેસમાં પોતાની ઘાર જમાવવા માંગો છો તો આ સમાચાર ખાસ તમારા માટે છે. આજે અમે તમારા માટે એક શાનદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. જેમાં તમે માત્ર 25 હજાર રૂપિયા ખર્ચીને દર મહિને 3 લાખથી વધુ કમાઈ શકો છો.

સૌથી મહત્વની વાત એ છે કે આ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર તરફથી 50% સુધીની સબસિડી મળી શકે છે. આ એક ખાસ બિઝનેસ છે - મોતીની ખેતીનો. અમે તમને જણાવી દઈએ કે તમે આ બિઝનેસમાંથી લાખો રૂપિયા કેવી રીતે કમાઈ શકો છો.

દર મહિને થશે લાખો રૂપિયાની કમાણી
તમને જણાવી દઈએ કે આ બિઝનેસથી તમે દર મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો. સૌથી સારી વાત એ છે કે આ બિઝનેસ શરૂ કરવા પર સરકાર તરફથી 50% સુધીની સબસિડી મળે છે. આ એક ખાસ બિઝનેસ છે - મોતીની ખેતીનો. છીપ અને મોતીના ધંધામાં લોકોની રુચિ વધી છે અને ઘણા લોકો તેનાથી ઘણી કમાણી પણ કરી રહ્યા છે. તમારે આ બિઝનેસમાં વધારે રોકાણ કરવાની જરૂર નથી.

આ માટે તમારે ત્રણ વસ્તુઓની જરૂર છે
એક તળાવ, સીપ અને ટ્રેનિંગ. તેમાં સૌથી મહત્વપૂર્ણ તળાવ છે. જે તમે જાતે ખોદાવી શકો છો. આ માટે સરકાર તરફથી 50% સબસિડી મળે છે. જેનો તમે લાભ લઈ શકો છો. બીજી વસ્તુ સીપ હોય છે. જે ભારતના ઘણા રાજ્યોમાં ઉપલબ્ધ છે.

મહત્વનું છે કે દક્ષિણ ભારત અને બિહારના દરભંગાના સીપની ક્વોલિટી સારી છે. આટલું જ નહીં, તેની ટ્રેનિંગ માટે દેશમાં ઘણી સંસ્થાઓ છે. જો તમે ઈચ્છો તો તમે મધ્યપ્રદેશના હોશંગાબાદ અને મુંબઈથી મોતી ઉછેરની ટ્રેનિંગ લઈ શકો છો.

જાણો ખેતીની પ્રોસેસ
હવે પ્રક્રિયા વિશે વાત કરીએ તો મોતીની ખેતી કરવા માટે છીપને જાળીમાં બાંધીને 10 થી 15 દિવસ સુધી તળાવમાં મુકવામાં આવે છે. જેથી તેઓ પોતાનું એનવાયરમેન્ટ ક્રિએટ કરી શકે. આ પછી, છીપને બહાર કાઢવામાં આવે છે અને તેની સર્જરી કરવામાં આવે છે.

આ સર્જરીમાં દરેક છીપની અંદર એક મોલ્ડ નાખવામાં આવે છે. આ મોલ્ડ પર કોટિંગ કર્યા પછી, છીપ લેયર બનાવે છે. જે પાછળથી મોતી બની જાય છે. એટલે કે તમારે આમાં વધારે રાહ જોવાની જરૂર નથી.

એક છીપ તૈયાર કરવામાં થાય છે આટલો ખર્ચ
તમને જણાવી દઈએ કે એક છીપ તૈયાર કરવા માટે 25 થી 35 રૂપિયાનો ખર્ચ થાય છે અને એક છીપમાંથી 2 મોતી નીકળે છે. જો તેની કિંમતની વાત કરીએ તો એક મોતી લગભગ 120 થી 200 રૂપિયામાં વેચાય છે.

એટલું જ નહીં જો તે સારી ગુણવત્તાની હોય તો તેને રૂ.200થી વધુ મોંઘી વેચી શકાય છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના આ વ્યવસાયમાં મદદ કરી શકે છે. એટલે કે તમે ઓછા રોકાણમાં વધુ નફો કમાઈ શકો છો.

જાણો કેટલો થશે નફો
હવે જો આપણે કુલ નફાની વાત કરીએ તો જો તમે એક એકરના તળાવમાં 25000 છીપને મોતીની ખેતી માટે મુકો તો તેની કિંમત લગભગ 8 લાખ રૂપિયા થાય છે. પરંતુ આમાંના કેટલાક છીપ ખરાબ પણ હોય છે.

તેમ છતાં 50% થી વધુ છીપ સરળતાથી નિકળી જાય છે અને અમે પહેલે કહ્યું એમ એક મોતીની કિંમત લગભગ 120 થી 200 રૂપિયા છે. આ મુજબ, તમામ ખર્ચને બાદ કરીને, આ વ્યવસાય સરળતાથી વાર્ષિક 30 લાખ રૂપિયા કમાણી કરાવી શકે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow