Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
health tips

આજથી જ બાળકોને શરૂ કરી દો આ 5 શાકભાજીના મિક્ષ સૂપ આપવાનું

Gujaratnow2 min read
આજથી જ બાળકોને શરૂ કરી દો આ 5 શાકભાજીના મિક્ષ સૂપ આપવાનું

મીક્ષ સૂપ સાંભળવામાં ભલે તમને ગજબ લાગી રહ્યું છે, પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ વધુ ફાયદાકારક છે. ખરેખર આ સૂપ મીક્ષ અથાણાની જેમ જ તૈયાર કરવામાં આવે છે. જેમાં અલગ-અલગ સિઝનલ શાકભાજી અને દાળનો ઉપયોગ કરવામાં આવે છે. આ સૂપ વડીલ અને વૃદ્ધો માટે ફાયદાકારક છે. પરંતુ બાળકો માટે ખાસ લાભદાયી છે. આવો જાણીએ આ સૂપને બનાવવાની રીત અને તેના ફાયદા.

આ રીતે બનાવો મિક્સ સૂપ

હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે, તો તમે શિયાળામાં આવતી 5 શાકભાજીઓને પસંદ કરો. જેમકે કોબીજ, બિટ, વટાણા, ગાજર, કોબી લઇ શકો છો. જેની જગ્યાએ તમે શાકભાજીમાં ફેરફાર પણ કરી શકો છો. જેમકે તમે મશરૂમ, મકાઈ અને કઠોળ વગેરેનો સમાવેશ કરી શકો છો. ત્યારબાદ આ શાકભાજીઓને કાપી નાખો અને ઉકાળી લો. હવે પાણી લો અને તેને ગેસ પર ચઢાવો. હવે આ પાણીમાં આ શાકભાજીઓને મિક્સ કરો. ઉપર કાળા મરચાનો પાઉડર, કાળુ મીઠું અને મીઠું મિલાવો. બધાને રાંધી નાખો અને પછી તેને ઉતારી લો. હવે ઠંડુ થયા પછી તેને સર્વ કરો અને પછી ઉપરથી કોથમી નાખીને બાળકોને પીવડાવો.

બાળકો માટે પચરંગા સૂપના ફાયદા

ફાઈબરથી ભરપૂર છે

મિક્ષ સૂપ બાળકોની હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. જેમાં શાકભાજી હોવાથી આ ફાઈબરથી ભરપૂર છે. આ કબજીયાતની સમસ્યાને ઘટાડવાની સાથે પેટની બિમારીઓથી બચાવવામાં પણ મદદરૂપ થાય છે. આ સૂપને પીવાથી બાળકોને કબજીયાતની સમસ્યા પણ નહીં થાય અને શરીર હાઈડ્રેટેડ પણ રહેશે.

માઈક્રોન્યુટ્રીએન્ટ્સ શાકભાજીમાંથી મળે છે

માઈક્રોન્યુટ્રીએન્ટ્સ શાકભાજીમાંથી મળે છે અને આ સૂપમાં બધાનો સમાવેશ થાય છે. ખરેખર, અલગ-અલગ શાકભાજીમાં અલગ-અલગ પ્રકારના ન્યુટ્રીએન્ટ્સ જેમકે આયરન, કૉપર, જિન્ક, કેલ્શિયમ અને ફાસ્ફોરસ હોય છે. બાળકોના વિકાસ માટે આ બધી વસ્તુઓની જરૂર હોય છે. તેથી તમારા બાળકોને આ સૂપ પીવડાવો.

Gujaratnow2 min read

Related News