શિયાળામાં જરૂર ખાવાનું શરૂ કરી દો તલ, હાર્ટ અને મગજ માટે છે ખૂબ જ ફાયદાકારક

શિયાળામાં જરૂર ખાવાનું શરૂ કરી દો તલ, હાર્ટ અને મગજ માટે છે ખૂબ જ ફાયદાકારક

શિયાળામાં બિમારી ઝડપથી લોકોને પોતાનો શિકાર બનાવે છે. શિયાળામાં આપણે તળેલી વસ્તુઓનું વધુ સેવન કરીએ છીએ અને હેલ્ધી વસ્તુઓ ઓછી ખાઈએ છીએ. જો તમે શિયાળામાં બીમારીઓથી દૂર રહેવા માંગતા હોવ તો તલને તમારા ડાયેટનો ભાગ બનાવો.

હાર્ટ માટે ફાયદાકારક
તલમાં રહેલા પોષક તત્વો કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે મસલ્સને પણ મજબૂત બનાવે છે. તલમાં હાજર સેસમીન અને સેસામોલિન કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે.

બ્રેઈન માટે પણ ફાયદાકારક
તલ ખાવાથી મગજને પણ ફાયદો થાય છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે મગજને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તલ ખાવાથી યાદશક્તિ પણ વધે છે.

ઉંઘમાં ફાયદાકારક
તલ અનિદ્રાની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. તેમાં રહેલા પોષક તત્વો ડિપ્રેશન અને સ્ટ્રેસને ઘટાડવામાં મદદ કરે છે. મગજને સ્વસ્થ બનાવે છે. તલનું સેવન કરવાથી સારી ઊંઘ આવે છે.

સાંધાનો દુખાવો કરે છે દૂર
શિયાળામાં સાંધા અને સ્નાયુઓની સમસ્યા ઘણી વધી જાય છે. તલનું સેવન કરવાથી આ સમસ્યાને દૂર કરી શકાય છે. તલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા છે. જે હાડકાં અને સ્નાયુઓના દુખાવામાં રાહત આપે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે
તલમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે સ્વસ્થ બ્લડ વસલ્સને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે. તલના સેવનથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.

Read more

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી હાલમાં અમેરિકામાં તેમની આગામી ફિલ્મ 'ધ બેંગાલ ફાઇલ્સ'નું પ્રમોશન કરી રહ્યા છે. તેઓ ત્યાંના ઘણા

By Gujaratnow
લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર સુરક્ષા કવાયત દરમિયાન ડમી બોમ્બ ન મળતાં એક કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ સહિત સાત દિલ્હી પોલીસ કર્મચારીઓને સસ્

By Gujaratnow