બહુમાળીમાં સ્ટેમ્પ વેન્ડરો પાસે મંજૂરી નથી છતાં દબાણ

બહુમાળીમાં સ્ટેમ્પ વેન્ડરો પાસે મંજૂરી નથી છતાં દબાણ

બહુમાળીમાં ફોર્મ ભરવા આવતા અરજદારો પાસેથી કહેવાતા સ્ટેમ્પ વેન્ડરો સોગંદનામા કરવાના નામે મનફાવે તેવો 300થી 500 સુધીનો ચાર્જ ઉઘરાવી લૂંટી રહ્યા છે. વધુ ચાર્જ ઉઘરાવતા આ શખ્સો મંજૂરી વિના વર્ષોથી દબાણ કરીને પણ બેઠા છે. બહુમાળીના ગ્રાઉન્ડ ફ્લોર પર 20 વર્ષથી સોગંદનામું કરતા રાજેશ રાવલ અને 5 વર્ષથી રીના જોશી મંજૂરી વિના પોતાની દુકાન ચલાવી રહ્યા છે.

સરકારી અધિકારીઓ દ્વારા નાની જગ્યાના દબાણો હટાવવાની કાર્યવાહી ઝડપથી થતી હોય છે, જ્યારે અહીં કેટલાય સરકારી અધિકારીઓ બેસતા હોવા છતાં આજ સુધી કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વર્ષોથી બેસતા બન્ને શખ્સને માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ચાર નોટિસ ફટકારવામાં આવી છે. છેલ્લી નોટિસ 5-12-2022માં ઇસ્યૂ કરવામાં આવી હતી. જોકે વિભાગ માત્ર નોટિસ પાઠવી સંતોષ માની રહ્યું છે.

નોટિસમાં મંજૂરી વિના બેસતા હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ
જિલ્લા વસવાટ ફાળવણી સમિતિ અને કલેક્ટર કચેરી દ્વારા નક્કી થયા મુજબ સ્ટેમ્પ પેપર વેચવાનું લાઇસન્સ આપવામાં આવ્યું છે. જેથી બહુમાળીની બહાર બેસવાનું રહે છે. જો જગ્યા પર બેસવાની મંજૂરી હોય તો આધાર-પુરાવા કે પરવાનગી વિભાગીય કચેરીમાં રજૂ કરવા અથવા તાકીદે જગ્યા ખાલી કરવી. નહીં તો આગળની કાર્યવાહી હાથ ધરાશે.

એક વર્ષથી આવ્યો હોવાથી માહિતી નથી: ઇન્ચાર્જ કાર્યપાલક
માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યૂટિવ એન્જિનિયર નિખિલ ખાંટે જણાવ્યું હતું કે, મંજૂરી આપવા માટેની પ્રક્રિયા લાંબી અને અમુક વિભાગો-કચેરીઓની મંજૂરી બાદ પૂર્ણ થતી હોય છે. જ્યારે ઇન્ચાર્જ કાર્યપાલક રવિ જાવિયાએ કહ્યું હતું કે, સરકારી હુકમમાં બહુમાળીની અંદર બેસવું કે બહાર તેનો ઉલ્લેખ નથી. હું એક વર્ષથી આવ્યો છું વધુ માહિતી નથી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow