રાજકોટમાં ધો. 7ની વિદ્યાર્થિનીનો ફાંસો ખાઈ આપઘાત

રાજકોટમાં ધો. 7ની વિદ્યાર્થિનીનો ફાંસો ખાઈ આપઘાત

શહેરની ભાગોળે જામનગર રોડ પર 25 વારિયા ક્વાર્ટરમાં રહેતી 13 વર્ષની તરુણીએ પોતાના ઘરે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો, તેમજ સોખડામાં બે મહિના પૂર્વે ઝેરી દવા પી લેનાર તરુણનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

ઘંટેશ્વરપાર્ક સામેના 25 વારિયા ક્વાર્ટરમાં રહેતી રિધ્ધિ ઉપેન્દ્રભાઇ ચૌહાણે (ઉ.વ.13) રવિવારે બપોરે પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો, ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, રિધ્ધિ ઘર નજીક આવેલી શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતી હતી તેના પિતા રિક્ષા ચલાવે છે, રિધ્ધિને પાંચ ભાઇ બહેન છે. પરિવારજનો બહાર ગયા હતા ત્યારે ઘરે એકલી રહેલી રિધ્ધીએ અંતિમ પગલું ભરી લીધું હતું, બહારથી આવેલા પરિવારજનોને વહાલસોયી પુત્રીનો લટકતો દેહ જોવા મળતા પરિવારજનોએ કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી, પોલીસે આપઘાતનું કારણ જાણવા વિશેષ તપાસ શરૂ કરી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow