ગોંડલ, જૂનાગઢ સહિતના ટૂંકા રૂટ પર હવે ST ઇલેક્ટ્રિક બસ દોડાવશે

ગોંડલ, જૂનાગઢ સહિતના ટૂંકા રૂટ પર હવે ST ઇલેક્ટ્રિક બસ દોડાવશે

એસ.ટી નિગમમાં પહેલા ડીઝલ યુગ, પછી સીએનજી અને હાલ ફરી ડીઝલથી ચાલતી બસ દોડી રહી છે પરંતુ આગામી સમયમાં એસ.ટીમાં ઇલેક્ટ્રિક યુગ આવશે એવી સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે કારણ કે તાજેતરમાં જ રાજકોટથી મોરબી અને રાજકોટથી જામનગર રૂટ ઉપર એસ.ટી નિગમે ઇલેક્ટ્રિક બસ શરૂ કર્યા બાદ હવે રાજકોટ ડિવિઝનના ટૂંકા રૂટ ઉપર મોટા ભાગે ઇલેક્ટ્રિક બસ જ દોડાવવામાં આવશે તેવું નિગમના અધિકારીઓ જણાવી રહ્યા છે.

જેમ જેમ ડિવિઝનમાં નવી ઇલેક્ટ્રિક બસ આવશે તેમ તેમ અન્ય ટૂંકા રૂટ જેવા કે રાજકોટથી ગોંડલ, જૂનાગઢ ઉપર નવી બસ દોડાવવામાં આવશે.હાલ રાજકોટથી જામનગર રૂટ પર 10 જેટલી નવી ઇલેક્ટ્રિક બસ દોડી રહી છે જેનું ભાડું રૂ.126 રખાયું છે. એવી જ રીતે મોરબી રૂટ ઉપર પણ 5 જેટલી ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવી રહી છે.

આ બસમાં મોરબી-રાજકોટ વચ્ચે રૂપિયા 90 ભાડું નક્કી કરવામાં આવ્યું છે. હજુ આગામી દિવસોમાં એસ.ટી નિગમમાં નવી 50 જેટલી ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવશે. એસ.ટી નિગમમાં અમદાવાદ-ગાંધીનગર, કૃષ્ણનગર-વડોદરા રૂટ પર પણ ઇલેક્ટ્રિક એસ.ટી બસ દોડાવવામાં આવી રહી છે. હવે ધીમે ધીમે ઈલેક્ટ્રિક બસના વપરાશ તરફ ઝડપી રીતે આગળ વધી રહ્યા છે.

હાલમાં રાજકોટ ખાતે એક જ ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઇન્ટ હોય બસના રૂટ ઓછા રાખવામાં આવ્યા છે. આગામી સમયમાં રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને જામનગર ખાતે ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઇન્ટ શરૂ કરી ટ્રિપની સંખ્યા વધારવામાં આવશે. હાલમાં એકવખતના ચાર્જિંગ બાદ આ ઇલેક્ટ્રિક બસ 180 કિલોમીટર સુધી દોડાવી શકાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow