ધો. 8માં ભણતા 68% બાળકોને ભાગાકાર પણ નથી આવડતા

ધો. 8માં ભણતા 68% બાળકોને ભાગાકાર પણ નથી આવડતા

કોવિડ-19 મહામારીને કારણે લગભગ બે વર્ષ બંધ રહેલી શાળાઓ ફરીથી ખુલી ગઈ છે. એક તરફ મહામારી બાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે, તો બીજી તરફ એ પણ જોવા મળી રહ્યું છે કે વાંચવાની સાથે-સાથે અંકગણિતથી લઈને બેઝિક સ્કિલ્સમાં બાળકો પહેલા કરતા વધુ પાછળ રહી ગયા છે. પરિણામે મહામારીએ શિક્ષણનું સ્તર ઘણા વર્ષો પાછળની તરફ ધકેલી દીધું છે. ગુજરાત સહિત દેશની શૈક્ષણિક સ્થિતિને લઈ ‘અસર” એન્યુઅલ સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (ASER) દ્વારા જાહેર કરાયેલા વર્ષ-2022ના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

7 લાખ બાળકોને સર્વેમાં કરાયા હતા સામેલ
એન્યુઅલ સ્ટેટ ઓફ એજ્યુકેશ દ્વારા મોટાપાયે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 616 જિલ્લાના 19 હજારથી વધુ ગામોની 17 હજારથી વધુ સ્કૂલોના 6થી 14 વર્ષની વયના 7 લાખ જેટલા બાળકોને સામેલ કરાયા હતા. એન્યુઅલ સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (ASER) 2022નો રિપોર્ટ ગત 18 જાન્યુઆરીના રોજ જારી કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ પહેલા વર્ષ 2018માં આ સર્વે કરાયો હતો.  

સર્વેમાં આ વિગતો આવી સામે
ગુજરાત સહિત દેશની શૈક્ષણિક સ્થિતિને લઈ ‘અસર” એન્યુઅલ સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (ASER) દ્વારા જાહેર કરાયેલા વર્ષ-2022ના રિપોર્ટ મુજબ, કોરોનાકાળમાં ઓનલાઈન શિક્ષણ શહેરો પૂરતું જ મર્યાદિત રહ્યું છે, જેને પગલે ગામડાઓમાં રહેતા વિદ્યાર્થીઓનું ભાવી રોળાયું છે.

પ્રતિકાત્મક તસવીર

વિદ્યાર્થીઓની વાંચવાની ક્ષમતામાં નોંધાયો ઘટાડો
દેશભરની ગ્રામીણ સ્કૂલોમાં ધોરણ-3ના વિદ્યાર્થીઓમાં વાંચવાની ક્ષમતામાં ઘટાડો નોંધાયો છે. સર્વેમાં ધોરણ-3ના માત્ર 20.5 ટકા જ વિદ્યાર્થીઓ ધોરણ 2ના પુસ્તકો વાંચવામાં સક્ષમ જોવા મળ્યા છે. જો 2022ના આ રિપોર્ટની ASER 2018ના રિપોર્ટ સાથે તુલના કરવામાં આવે તો જાણવા મળશે કે વિદ્યાર્થીઓની વાંચવાની ક્ષમતામાં 7 ટકાનો ઘટાડો થયો છે. એટલું જ નહીં ગુજરાતમાં કોરોના પહેલા ધોરણ 8ના 73 ટકા બાળકો ગુજરાતી સ્પષ્ટ વાંચી શકતા હતા જે સંખ્યા વર્ષ-2022માં ઘટીને માત્ર 52 ટકા થઈ ગઈ છે. આમ હાલની સ્થિતિએ ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોમાં ધોરણ-8માં અભ્યાસ કરતાં 48 ટકા વિદ્યાર્થીઓ ગુજરાતી પણ વાંચી શકતા નથી. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પહેલા 73 ટકા બાળકો વાંચી શકતા હતા જે ઘટીને 52 ટકા થઈ ગયાં છે.

પ્રતિકાત્મક તસવીર

ધો.8ના 68 ટકા બાળકો ભાગાકાર પણ નથી કરી શકતાઃ રિપોર્ટ
રિપોર્ટ અનુસાર રાજ્યના ધોરણ-8માં અભ્યાસ કરતાં 68 ટકા બાળકો ભાગાકાર કરી શકતા નથી. ધોરણ-8ના માત્ર 31.8 ટકા અને ધોરણ-5ના 18.3 ટકા બાળકો જ ભાગાકાર કરી શકે છે. અંકગણિતની ક્ષમતામાં ઘટાડા મામલે ગુજરાત બીજા ક્રમે આવી ગયું છે. આમ શિક્ષણ વ્યવસ્થા કોરોનામાં ખાડે ગઈ હોવાનું આ રિપોર્ટ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow