સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી બંનેએ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સકારાત્મક વાતચીત કરી હતી. સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ આખરે સમેટાઈ ગઈ છે.

પુરવઠા મંત્રી અને એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે મળેલી બેઠક સફળ રહી છે, જેમાં દુકાનદારોની મુખ્ય માંગણીઓ પર હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક દરમિયાન, સસ્તા અનાજના દુકાનદારોના કમિશનમાં વધારો કરવા અંગેનો પ્રસ્તાવ આગામી 15 દિવસમાં રજૂ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવતાં એસોસિએશને પોતાની હડતાળ પાછી ખેંચી લીધી છે. દુકાનદારોના 1 કિલોએ રૂપિયા 1.50 કમિશન વધારીને 3 રૂપિયા કરાશે.

અલગ-અલગ 20 માગણીઓને લઈને 17 હજાર જેટલા સંચાલકોએ હડતાળ કરી હતી. ગુજરાતની સસ્તા અનાજની દુકાનના સંચાલકોને મળતા કમિશનમાં વધારા સહિતની અલગ-અલગ 20 માગણીઓને લઈને 17 હજાર જેટલા સંચાલકોએ આજ(2 નવેમ્બરથી)થી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી હતી. હડતાળના પગલે અનાજ વિતરણની કામગીરી ઠપ્પ થઈ છે. હડતાળના પગલે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્રસચિવ સાથે સસ્તા અનાજની દુકાન સાથે સંકળાયેલા બંને એસોસિએશનના હોદેદારોની બેઠક યોજાઈ હતી. પરંતુ, બેઠકમાં મંત્રણા પડી ભાંગી હોવાનું જાણવા મળ્યું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow
ભારતીય મૂળના મમદાની ન્યૂયોર્કના મેયર બનશે?, નિર્ણય આજે

ભારતીય મૂળના મમદાની ન્યૂયોર્કના મેયર બનશે?, નિર્ણય આજે

ન્યૂયોર્ક મેયરની ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. ભારતીય મૂળના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ઝોહરાન મમદાની રેસમાં આગળ ચાલી રહ્યા છે. જો

By Gujaratnow