હાર્ટ એટેકના જોખમને ઘટાડે છે પાલક, બ્રેઈનને પણ રાખે છે હેલ્ધી, આ રીતે કરો ડાયેટમાં શામેલ

લીલા શાકભાજી ફાઈબર, પ્રોટીન, વિટામીન K, મેંગેનીઝ, કેલ્શિયમ, વિટામીન B6 અને વિટામીન સી જેવા પોષક તત્વોથી ભરેલા હોય છે.

લીલા શાકભાજી ખાવાથી તમારો અપચો અને ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે તેના સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

લોહીની ઉણપ થશે દૂર
તમારા શરીરમાં લોહીની ઉણપ પાલકના સેવનથી પૂરી થાય છે. પાલક ખાવાથી તમારું મગજ અને નર્વસ ફંક્શન પણ સારી રીતે કામ કરે છે. આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે કાશ્મીરી શાક બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ.

કાશ્મીરી શાક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. લીલાશાકભાજીના સેવન હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે. લંચ કે ડિનર માટે તમે સરળતાથી કાશ્મીરી શાક બનાવીને ખાઈ શકો છો, તો ચાલો જાણીએ કાશ્મીરી શાક બનાવવાની રીત

કાશ્મીરી શાક બનાવવા માટે જરૂરી સામગ્રી
- એક ઝૂડી પાલક
- સૂકુ કાશ્મીરી લાલ મરચું 5-6
- લસણની કળી 7-8
- સરસવનું તેલ 1 ચમચી
- સ્વાદ અનુસાર મીઠું
- જીરું 1 ટીસ્પૂન
- વરીયાળી 1 ટીસ્પૂન

કાશ્મીરી શાક બનાવવાની રીત
- કાશ્મીરી શાક બનાવવા માટે સૌપ્રથમ પાલકને સારી રીતે ધોઈને કાપી લો.
- પછી તમે પ્રેશર કૂકરમાં સરસવનું તેલ ગરમ કરો, તેમાં લસણ ઉમેરો અને તેને ફ્રાય કરો.
- જો તમે ઈચ્છો તો સ્વાદ વધારવા માટે એક ચપટી હિંગ પણ ઉમેરી શકો છો.
- જો તમે ઈચ્છો તો તેમાં જીરું પણ ઉમેરી શકો છો.
- પછી કુકરમાં સૂકા કાશ્મીરી લાલ મરચાં નાંખો અને રંગ બદલાય ત્યાં સુધી શેકો.
- આ પછી, તમે તેમાં પાલક નાખો અને થોડું હલાવો અને થોડું મીઠું ઉમેરો.
- પછી જ્યારે પાલક એક-બે મિનિટ બાદ કૂક થઈને પાણી છોડવા લાગે, ત્યારે તેમાં થોડું વધુ પાણી ઉમેરો.
- આ પછી પ્રેશર કૂકર બંધ કરો અને તેને બે સીટીઓ લગાવીને સારી રીતે કૂક કરી લો.
- હવે તમારૂ સ્વાદિષ્ટ કાશ્મીરી શાક તૈયાર છે.
- પછી તેને બાઉલમાં કાઢીને ગરમાગરમ ભાત કે રોટલી સાથે સર્વ કરો.