એક સાથે ન ખાવા જોઈએ 'પાલક અને પનીર', શરીરને થાય છે મોટુ નુકસાન, એક્સપર્ટ્સે કર્યો ચોંકાવનારો ખુલાસો

એક સાથે ન ખાવા જોઈએ 'પાલક અને પનીર', શરીરને થાય છે મોટુ નુકસાન, એક્સપર્ટ્સે કર્યો ચોંકાવનારો ખુલાસો

શિયાળો આવી ગયો છે અને બજાર સિઝનલ શાકભાજીથી ભરાઈ ગયું છે. એવામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે શિયાળામાં આવતા શાકભાજીનો ભરપૂર સ્વાદ લેવામાં આવે. પાલક શિયાળામાં ખુબ જ સરળતાથી મળે છે. પાલકમાં પ્રોટીન, ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે.

તમે પાલક સાથે તમે ઘણી વાનગીઓ તૈયાર કરી શકો છો. પરંતુ જો એવું પુછવામાં આવે કે પાલક સાથે બનાવવામાં આવતી સૌથી પોપ્યુલર ડિશ કઈ છે તો તમે ચોક્કસ કહેશો કે  'પાલક પનીર'. જ્યારે પાલક પનીરને રોટલી, પરાઠા કે નાન સાથે ખાવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ વધી જાય છે.

એક સાથે ન ખાવા જોઈએ પાલક અને પનીર
પરંતુ શું તમે જાણો છો કે પાલક અને પનીર એક સાથે ન ખાવા જોઈએ. તેનું કોમ્બિનેશન સારું માનવામાં આવતું નથી. તમને આ સાંભળીને નવાઈ લાગશે પણ આ સત્ય છે.

સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે કે શા માટે પાલક અને પનીરને એકસાથે ન ખાવા જોઈએ. પોતાના વીડિયોમાં તેણે કહ્યું કે, 'કેટલાક કોમ્બિનેશન એવા હોય છે કે તેને એકસાથે ન ખાવા જોઈએ.'‌

શું છે કારણ?
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, 'હેલ્ધી ઈટિંગનો અર્થ એ નથી કે યોગ્ય સમયે યોગ્ય ખોરાક લેવો. આ માટે યોગ્ય કોમ્બિનેશન હોવું પણ જરૂરી છે. અમુક ફૂડ કોમ્બિનેશન છે જે એકસાથે ખાવા પર તે એકબીજાના પોષક તત્વોના શોષણને અટકાવે છે. આવું જ એક કોમ્બિનેશન છે કેલ્શિયમ અને આયર્નનું.

જ્યાં પનીર કેલ્શિયમનો ભંડાર છે, તો બીજી તરફ પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તેમણે આગળ સમજાવ્યું, 'જ્યારે બંનેને સાથે ખાવામાં આવે છે, ત્યારે પનીરમાં હાજર કેલ્શિયમ પાલકમાં આયર્નનું શોષણ અટકાવે છે. જો તમે પાલકનો મહત્તમ લાભ લેવા માંગતા હોવ તો પાલક બટેટા અથવા પાલકને મકાઈ સાથે ખાઓ.'

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow