સિંગતેલમાં સટ્ટાખોરી ત્રીજા દિવસે રૂ. 50 વધ્યા

સિંગતેલમાં સટ્ટાખોરી ત્રીજા દિવસે રૂ. 50 વધ્યા

સિંગતેલમાં સટ્ટાખોરી ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી. ગુરુવારે રૂ. 50નો વધારો થયો હતો. જેને કારણે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 3100 ને પાર થઈ રૂ. 3120 થયો હતો. તંત્રનો કોઈ અંકુશ નહીં હોવાને કારણે સટ્ટાખોરો ફાવી ગયા છે. સિંગતેલના ભાવ ઊંચકાતા મગફળીના ભાવ પણ વધ્યા હતા. મગફળીના ભાવે રૂ.1600 ની સપાટી કુદાવી હતી.

તહેવાર પૂરા થયા બાદ ઊઘડતી બજારે સિંગતેલ- કપાસિયા તેલમાં ભાવ સતત વધી રહ્યા છે. મંગળવારે રૂ. 70 , બુધવારે પણ રૂ. 30 વધ્યા બાદ ગુરુવારે રૂ. 50નો વધારો થયો હતો. આમ, ત્રણ દિવસમાં સિંગતેલનો ડબ્બો રૂ.150 મોંઘો થયો છે. સિંગતેલ લૂઝનો ભાવ રૂ.1750-1780 બોલાયો હતો. જ્યારે કપાસિયા વોશમાં 810-815 ના ભાવે સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા. ઓગસ્ટ મહિનામાં વરસાદ આવ્યો નથી. આથી,વરસાદ ખેંચાયો છે. વરસાદ ખેંચાતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ચિંતા સેવાઈ રહી છે. ગુરુવારે જાડી મગફળીની આવક 700 ક્વિન્ટલ, ઝીણી મગફળીની આવ 950 ક્વિન્ટલ નોંધાઈ હતી. ભાવમાં મણે રૂ.10 નો વધારો થયો હતો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow