સોનું એક લાખને પાર, ₹1,00,397 પ્રતિ 10 ગ્રામ થયું

5 ઓગસ્ટના રોજ સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ 230 રૂપિયા વધીને 1,00,397 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. પહેલા સોનાનો ભાવ 1,00,167 રૂપિયા હતો. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,02,270 છે.
ચાંદીનો ભાવ 528 રૂપિયા વધીને 1,12,428 રૂપિયા પ્રતિ કિલો થયો છે. અગાઉ ચાંદી 1,11,900 રૂપિયા હતી. 23 જુલાઈના રોજ સોનાએ 1,00,533 રૂપિયા અને ચાંદીએ 1,15,850 રૂપિયા ઓલ ટાઈમ હાઈ પર હતી.