સોનું ₹339 ઘટીને ₹97,964 પ્રતિ 10 ગ્રામ થયું

15 જુલાઈના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ ₹339 ઘટીને ₹97,964 પ્રતિ 10 ગ્રામ થયો છે. પહેલા તેની કિંમત ₹98,303 હતી. અમદાવાદમાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ ₹99,820 છે.
ચાંદીનો ભાવ ₹1,867ઘટીને ₹1,12,000 પ્રતિ કિલો થયો છે. અગાઉ તે ₹1,13,867 હતો. આ ચાંદીની ઓલ ટાઈમ હાઈ છે. 8 જૂને સોનું ₹99,454 ઓલ ટાઈમ હાઈ હતું.