સોનું ₹2,209 વધીને ₹1.29 લાખ પ્રતિ 10 ગ્રામ થયું
1 ડિસેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના જણાવ્યા અનુસાર, 10 ગ્રામ સોનું 2,209 રૂપિયા મોંઘુ થઈને 1,28,800 રૂપિયા પર પહોંચી ગયું છે. અગાઉ 10 ગ્રામ સોનાનો ભાવ 1,26,591 રૂપિયા હતો.
બીજી તરફ, ચાંદી 10,821 રૂપિયા મોંઘી થઈને 1,75,180 રૂપિયા પર પહોંચી ગઈ છે. અગાઉ, ચાંદીનો ભાવ 1,64,359 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. 17 ઓક્ટોબરના રોજ, સોનાએ 1,30,874 રૂપિયાની ઓલટાઇમ હાઈ બનાવી હતી અને 14 ઓક્ટોબરના રોજ, ચાંદીએ 1,78,100 રૂપિયાની ઓલટાઇમ હાઈ બનાવી
IBJA ની સોનાની કિંમતોમાં 3% GST, મેકિંગ ચાર્જ અને જ્વેલર્સ માર્જિન શામેલ હોતું નથી, તેથી અલગ-અલગ શહેરોમાં રેટ્સ અલગ-અલગ હોય છે. પંજાબ નેશનલ બેંક સહિત ઘણી બેંકો ગોલ્ડ લોન રેટ નક્કી કરવા માટે આ કિંમતોનો ઉપયોગ કરે છે.
આ વર્ષે સોનું ₹52,440 અને ચાંદી ₹87,723 મોંઘી થઈ
આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમત 52,440 રૂપિયા વધી છે. 31 ડિસેમ્બર 2024ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનું 76,162 રૂપિયાનું હતું, જે હવે 1,28,602 રૂપિયા થઈ ગયું છે.
આ સમયગાળા દરમિયાન ચાંદીનો ભાવ પણ 87,723 રૂપિયા વધ્યો છે. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત 86,017 રૂપિયા હતી, જે હવે 1,73,740 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.