સોના-ચાંદીમાં પાંચ દિવસની તેજી પર બ્રેક લાગી
30 ડિસેમ્બરના રોજ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 2,119 રૂપિયા ઘટીને 1,34,362 રૂપિયા પર આવી ગયો છે. ગઈકાલે તે 1,36,481 રૂપિયા/10g પર હતો.
સતત 5 દિવસ સુધી વધ્યા પછી ચાંદીની કિંમત 3,973 રૂપિયા ઘટી ગઈ છે. આજે તે 2,31,467 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વેચાઈ રહી છે. ગઈકાલે ચાંદીના ભાવમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. શરૂઆતી કારોબારમાં તે 2,43,483 કિલો પર પહોંચી ગઈ હતી. જોકે, બાદમાં તેમાં ઘટાડો આવ્યો અને તે 7,333 રૂપિયા નીચે 2,35,440 રૂપિયા પર બંધ થઈ.
આ વર્ષે સોનું 76% અને ચાંદી 169% મોંઘી થઈ
આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમત 58,200 રૂપિયા (76%) વધી છે. 31 ડિસેમ્બર 2024ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનું 76,162 રૂપિયાનું હતું, જે હવે 1,34,362 રૂપિયા થઈ ગયું છે.
ચાંદીનો ભાવ પણ આ સમયગાળા દરમિયાન 1,45,450 રૂપિયા (169%) વધી ગયો છે. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત 86,017 રૂપિયા હતી, જે હવે 2,31,467 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.