દીકરો સેક્સ ક્રેઝી નહી થાય ને?

દીકરો સેક્સ ક્રેઝી નહી થાય ને?

પ્રશ્ન : મારી ઉંમર 22 વર્ષની છે. મારા ડિસેમ્બર મહિનામાં લગ્ન થવાના છે. શું લગ્નની પ્રથમ રાત્રે સંભોગ કરવો શક્ય છે? સંભોગ સારી રીતે કરવા માટે શું કરી શકાય અને કેટલી વાર કરવાથી પત્નીને સંતોષ મળે તે જણાવવા વિનંતી. આમ તો મારી 22 વર્ષની ઉંમર છે, પરંતુ મને સેક્સ વિશે ખૂબ જ ઓછું જ્ઞાન છે. પ્લીઝ, મને આનો ઉપાય જણાવશો?

ઉકેલ : જે રીતે મજબૂત બિલ્ડિંગ બનાવવા તેનો પાયો ખૂબ જ અગત્યનો છે, તે જ રીતે લગ્નજીવનની પ્રથમ રાત કેવી રીતે વીતે છે તેના ઉપર સુખી દાંપત્યજીવનનો પાયો બંધાય છે. પ્રત્યેક વ્યક્તિના જીવનનો કદાચ સૌથી નાજુક અને સંવેદનશીલ સમયગાળો છે. પ્રથમ સમાગમની શરૂઆત કેવી હોવી જોઈએ એ સમસ્યા માટે માર્ગદર્શન ઝંખતા યુવાનોને મારી સૌથી પહેલી સલાહ એ છે કે પ્રથમ રાત્રિએ તમે ગમે તેટલો કામવેગ અને કામોત્તેજના અનુભવતા હોવ તો પણ ધીરજ, ગંભીરતા અને કોમળતાપૂર્વક વર્તન કરવું ખૂબ જ જરૂરી છે. કારણ તમારા સંબોધનની શરૂઆત તમે કેવી રીતે કરો છો તેના ઉપર તમારા દાંપત્યજીવનની મધુરતાનો આધાર છે. લગ્નની પ્રથમ રાત્રે ચોક્કસ આપ સેક્સ કરી શકો છો, પણ બને ત્યાં સુધી પ્રથમ રાત્રે સમાગમ ટાળવો જોઈએ, કારણ કે લગ્નની દોડધામમાં આપ અને આપનાં પત્ની બંને ખૂબ જ થાકી ગયેલાં હોવાની શક્યતાઓ છે. તેથી સેક્સને પ્રફુલ્લિત મને માણવાથી જ ઉત્તમ આનંદ આવે છે. એટલે પ્રથમ રાત્રે પતિ-પત્ની ભલે સાથે સૂવે, પરંતુ સમાગમ કરવાની તક મળતાં જ પતિ પોતાની પત્ની ઉપર ભૂખ્યા વરુની જેમ તૂટી ન પડે તે અત્યંત જરૂરી છે. જેમ સુરાનો નશો અને આનંદ ધીરે ધીરે પીવામાં છે તે જ રીતે સુંદરીની સુંદરતાને માણવાની મજા પણ ધીરે ધીરે જ આવે છે સેક્સ કેટલી વાર માણો છો તે અગત્ય નથી, પણ કેવી રીતે કરો છો તે વધારે મહત્ત્વનું છે. પુરુષમાં પ્રથમ રાત્રે શિશ્નનું ઉત્થાન બરાબર થશે કે કેમ, સ્ખલન જલદી થઈ જશે તો પત્ની મારા માટે શું વિચાર છે એવો ભય સામાન્ય રીતે જોવા મળે છે. જ્યારે સ્ત્રીમાં પ્રથમ સમાગમ વખતની પીડાનો ભય મુખ્ય હોય છે. દરેક પુરુષોએ વિરાટ કોહલીને યાદ રાખવો જોઈએ. કોહલી એક મેચમાં સેન્ચ્યુરી મારે. પરંતુ પછીની બીજી બે-ત્રણ મેચમાં શૂન્ય રનમાં જ આઉટ થઈ જાય. તો શું તેનો મતલબ એ છે કે હવે ક્યારેય રમી નહીં શકે કે ક્યારેય સેન્ચ્યુરી નહીં બનાવી શકે? ના… તે જ રીતે કદાચ પુરુષ પ્રથમ બે-ત્રણ વાર નિષ્ફળ જાય તો તે નપુંસક નથી થઈ જતો. માટે ચિંતા કરવી નહીં. સ્ત્રીઓએ પણ એ યાદ રાખવું કે પૂરતી પૂર્વક્રીડા પછી દુખાવો થોડીક ક્ષણો માટે જ થાય છે. દુખાવો મોટાભાગના કિસ્સાઓમાં વારંવાર થતો નથી. મિત્રો અને બહેનપણી પાસેથી સાંભળેલી વાતોથી પૂર્વાનુમાન બાંધવાથી દૂર રહો અને તમારા જીવનસાથી સાથે નિકટતા અને આત્મીયતા કેળવવાની સર્વશ્રેષ્ઠ કોશિશ કરો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow