સોમનાથ મહાદેવની 21 રૂપિયાથી 21 લાખ સુધીની પૂજા થઈ શકશે

સોમનાથ મહાદેવની 21 રૂપિયાથી 21 લાખ સુધીની પૂજા થઈ શકશે

સોમનાથ મહાદેવના દર્શનાર્થે યાત્રિકોનો સતત ઘસારો રહેતો હોય છે.ત્યારે જ ટ્રસ્ટ દ્રારા બિલ્વ પૂજા સેવાનો પ્રારંભ કરાયો છે અને ભાવિકો માત્ર 21 રૂપિયામાં જ મહાદેવની બિલ્વપૂજા કરી શકશે આમ હવે સોમનાથ મહાદેવની 21 રૂપિયાથી લઈ 21 લાખ સુધીની પૂજા કરી શકશે આ ઉપરાંત સોમનાથ મહાદેવને વિધિવત પૂજન સાથે પાઘ અર્પણ કરીને યશ અને કીર્તિ વધારનાર પાઘ સમર્પણ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ભાવિકો માત્ર 21 રૂપિયામાં જ મહાદેવની બિલ્વપૂજા કરી શકશે
આ પાઘ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતે તૈયાર કરવામાં આવી છે. જે ભક્તો પૂજન કર્યા બાદ મહાદેવને અર્પણ કરી શકશે અને સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગ કરવામાં આવશે.આ પાઘ પૂજા પ્રારંભે તમામ અધિકારીઓ,કર્મીઓએ સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા કરી હતી.આ સાથે 22 જાન્યુઆરીથી સોમનાથ સાનિધ્યે દેવી ભાગવત કથાનું પણ આયોજન કરાયું છે.

વેબસાઈટ, મિસકોલથી પણ રજિસ્ટ્રેશન થઈ શકશે
આ બિલ્વપૂજાનો લાભ લેવા માટે વેબસાઈટ somnath.org પર જઈ તેમજ 080-69079921 પર મિસ કોલ કરીને સરળતા પૂર્વક વોઇસ રજિસ્ટ્રેશન માધ્યમથી પણ નોંધણી થઈ શકશે.

જય સોમનાથનો નાદ ગુંજયો
​​​​​​​સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયેલ પાઘ પૂજાની પેહલી પાઘ સોમનાથ મહાદેવને શૃંગારમાં ઉપયોગમાં આવે તે પહેલા તેનું મંદિરના સભા મંડપમાં સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા સાથે મળીને પૂજન કરાયું હતું ત્યારબાદ પાઘ ને પાલખીમાં બિરાજમાન કરીને મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરાઈ હતી. હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી મંદિરનું પ્રાંગણ ગૂંજી ઉઠ્યું હતું.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow