ક્યારેક હાથ અને પગમાં કરંટ જેવો અનુભવ થવા લાગે છે? જાણો આ સમસ્યા પાછળનું કારણ અને દૂર કરવાના ઉપાય

ઘણા લોકોને તેમના હાથ અને પગમાં ઝણઝણાટીનો અનુભવ થાય છે અથવા એવું લાગે છે કે જાણે તેમને થોડો ઇલેક્ટ્રિક આંચકો લાગ્યો છે. આવું કેમ થાય છે? અને આ સમસ્યા કેવી રીતે ઉકેલી શકાય? જ્યારે શરીરમાં વિટામીન B અને વિટામીન Eની ઉણપ હોય ત્યારે આ પ્રકારની કળતર કોઈને પણ શરૂ થાય છે.

આ વિટામિનની ઉણપને કારણે ક્યારેક એવું લાગે છે કે હાથ-પગ પર કીડીઓ કરડી રહી છે અથવા તો કીડીઓ ચટકા ભરી રહી છે. જો તમે પણ હાથ-પગમાં કળતરને કારણે પરેશાન છો તો તેને અવગણશો નહીં. આ સમસ્યા ખૂબ જ સરળતાથી ઉકેલી શકાય છે. આ માટે તમે આ સરળ ટિપ્સ ફોલો કરી શકો છો.

ડાયેટમાં કરો ફેરફાર
આ પ્રકારની કળતર દૂર કરવા માટે તમારી ડાયેટમાં થોડો ફેરફાર કરવો પડશે. આ સાથે તમારે કેટલીક જરૂરી સાવચેતીઓ પણ રાખવી પડશે. આ ટિપ્સથી તમે હાથ-પગની ઝણઝણાટીને દૂર કરી શકો છો.
શરીરમાં વિટામીન Eની ઉણપને પૂરી કરવા માટે એવાકાડોને ડાયેટમાં સામેલ કરો.
- વિટામિન બી માટે મીટ લઈ શકાય છે.
- શાકાહારી લોકો સ્પ્રાઉટ્સ અને વેજીટેબલ ઓઈલ લઈ શકે છે.
- આ સિવાય સૂર્યમુખી તેલ અને રાજમા વિટામિન બીની ઉણપને પૂરી કરવામાં પણ મદદ કરે છે.
- ડ્રાય ફ્રુટ્સમાં વિટામિન ઈ જોવા મળે છે. ખાસ કરીને બદામમાં વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે.
- જો તમારા હાથ અથવા પગમાંથી કોઈ પ્રકારનું પ્રેશર હોય તો તેને દૂર કરો.
- થોડી-થોડી વારે ચાલવાનો પ્રયત્ન કરો.
- હાથમાં જ્યારે ઝણઝણાટી જેવું લાગે તો મુઠ્ઠી બંધ કરી લો અને પછી ખોલો. થોડી વારમાં આરામ લાગશે.
- જે લોકો નોન-વેજ ખાય છે તેઓ તેમની ડાયેટમાં મીટ, માછલી, ચિકનનો સમાવેશ કરી શકે છે અને જે લોકો વેજ ખાય છે તેઓ હોલ ગ્રેઈન્સ, કઠોળ, દાળ અથવા સૂકા મેવા લઈ શકે છે. આ વિટામિન B માટે સારા સ્ત્રોત માનવામાં આવે છે. તમે તમારા આહારમાં ડેરી ઉત્પાદનોનો પણ સમાવેશ કરી શકો છો.વિટામિન બી ના સોર્સ
- વિટામિન Eના સોર્સ
વિટામિન E માટે તમારે ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ. આ માટે તમે એવાકાડો સામેલ કરી શકો છો. તે વિટામિન Eનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તમે વિટામિન E માટે બદામ લઈ શકો છો. વિટામિન Eની ઉણપને સૂર્યમુખી તેલથી પણ પૂરી કરી શકાય છે.