સૈનિક અને તેમનો પરિવાર ચાઇનીઝ મોબાઇલનો ઉપયોગ ન કરે, એડવાઇઝરી બહાર પાડી

સૈનિક અને તેમનો પરિવાર ચાઇનીઝ મોબાઇલનો ઉપયોગ ન કરે, એડવાઇઝરી બહાર પાડી

ચીન સાથે સરહદ LAC પર તણાવ વચ્ચે ગુપ્તચર એજન્સીઓએ એક એડવાઈઝરીમાં કહ્યું છે કે દેશના સૈનિકોએ ચાઈનીઝ મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ. સૈનિકોના પરિવારના સભ્યોએ પણ ચાઈનીઝ ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ. આ માટે તમામ સંરક્ષણ એકમો અને ફોર્મેશન્સને તેમના જવાનોને ચેતવણી આપવા માટે કહેવામાં આવ્યું છે.

એજન્સીને મળેલા દસ્તાવેજો અનુસાર, લશ્કરી ગુપ્તચર એજન્સીઓએ સૈનિકો અને તેમના પરિવારોને ભારતના દુશ્મન દેશ પાસેથી ફોન ખરીદવા અથવા તેનો ઉપયોગ ન કરવા સલાહ આપી છે. સૂત્રોએ જણાવ્યું કે, આ એડવાઈઝરી એટલા માટે જારી કરવામાં આવી છે કારણ કે ચીનની કંપનીઓના મોબાઈલ ફોનમાં માલવેર અને સ્પાયવેર મળી આવ્યા છે.

આ મોબાઈલ ફોનથી જોખમ છે
ઈન્ટેલિજન્સ એજન્સીઓએ પરામર્શ સાથે આવા મોબાઈલ ફોનની યાદી પણ આપી છે, જે દેશની સુરક્ષા માટે ખતરો બની શકે છે. તેમાં આ ચીની કંપનીઓના ફોનનો સમાવેશ થાય છે - Vivo, Oppo, Xiaomi, One Plus, Honor, Realme, ZTE, Gionee, Asus, Infinix.

ચીની એપ્લિકેશન પણ ડિલિટ કરો
ભૂતકાળમાં પણ જાસૂસી એજન્સીઓ ચાઈનીઝ મોબાઈલ ફોન એપ્લિકેશન સામે ઘણી સક્રિય રહી છે. સૈન્ય કર્મચારીઓના ફોનમાંથી કેટલીક ચીની એપ્સ હટાવી દેવામાં આવી હતી. સંરક્ષણ દળોએ પણ તેમના ડિવાઈસ પર ચાઈનીઝ મોબાઈલ ફોન અને એપ્લિકેશનનો ઉપયોગ બંધ કરી દીધો છે.

ભારત અને ચીન વચ્ચે માર્ચ 2020થી તણાવ છે. બંને દેશોએ પૂર્વી લદાખથી અરુણાચલ પ્રદેશ સુધી એલએસી પર એકબીજા સામે ભારે તહેનાતી કરી છે.

Read more

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

'સૈયારા'એ કમાણીના સંદર્ભમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે અને ફિલ્મ બ્લોકબસ્ટર બની છે. ફિલ્મ બાદ અહાન પાંડે અને અનિત પડ્ડા રાતોરાત

By Gujaratnow
રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કરવામાં આવ્યા છે. કેસ ચાર્જ ફ્રેમ થયા બાદ

By Gujaratnow
૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૫૫૦ થી વધુ ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્

By Gujaratnow