તો શું સુશાંત સિંહની હત્યા કરાઇ? મોતને લઇ પોસ્ટમોર્ટમ રૂમમાં હાજર શખ્સનો ચોંકાવનારો દાવો

તો શું સુશાંત સિંહની હત્યા કરાઇ? મોતને લઇ પોસ્ટમોર્ટમ રૂમમાં હાજર શખ્સનો ચોંકાવનારો દાવો

સુશાંતની મોત આત્મહત્યા નહીં પરંતુ હત્યા: શવગૃહ સેવકનો ખુલાસો

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020ના રોજ ફાંસી દ્વારા આત્મહત્યા કરી હતી. પરંતુ અભિનેતાના મોત બાદ વારંવાર કહેવામાં આવે છે કે આ સુસાઈડ નથી.  

પરંતુ હત્યા છે. સુશાંત આત્મહત્યા કેસમાં આજે પણ ઘણી એવી વાતો સામે આવી રહી છે, જેં ચોંકાવનારી છે. સુશાંતના મોત બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.  

હવે બે વર્ષ બાદ તે સમયે સુશાંત સિંહના પોસ્ટમોર્ટમ રૂમમાં રહેલ શવગૃહ સેવક રૂપકુમાર શાહે મોટો ખુલાસો કર્યો છે.  

પહેલા ખબર ના પડી: શવગૃહ સેવકનો દાવો

રૂપકુમાર શાહે દાવો કર્યો છે કે સુશાંતનુ મોત સુસાઈડ નહીં, પરંતુ હત્યા હતી. એક અગ્રગણ્ય ચેનલ સાથે વાતચીત કરતા રૂપકુમાર શાહે કહ્યું,  

જ્યારે સુશાંતનુ નિધન થયુ ત્યારે પાંચ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યાં હતા. અમને જણાવવામાં આવ્યું હતું કે તેમાં કોઈ વીઆઈપી બૉડી છે, પરંતુ પહેલા કોઈ ખબર ના પડી.  

નિશાનની વાત પર ડૉકટરે શું કહ્યું?

આ દરમ્યાન એક ટીવી ચેનલે રૂપકુમારને સવાલ કર્યો કે જ્યારે તેમણે શરીર પર નિશાન જોયા હતા તો શુ આ વાતો ડૉકટરની સાથે શેર કરી? તો તેમણે કહ્યું,  

જ્યારે મેં સુશાંતની બૉડી જોઈ તો મારા સિનિયરોએ કહ્યું કે મને લાગે છે કે આ આત્મહત્યા નહીં, પરંતુ હત્યા છે.  

તેથી આપણે આ રીતે કામ કરવુ જોઈએ. પરંતુ મને કહેવામાં આવ્યું કે તમે તમારું કામ કરો અને હું મારું કામ કરુ છુ. મારું કામ બૉડીને કાપવાનુ હતુ અને સિવવાનુ જે કામ મેં કર્યુ.

રૂપકુમારે દાવો કર્યો, "આ આખા પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરવાની હતી. પરંતુ સાહેબે કહ્યું કે તેઓ તસ્વીરો પર કામ કરવા માંગે છે અને ફટાફટ લાશને આપવા માંગે છે. આ રીતે અમે રાત્રે પોસ્ટમોર્ટમ કર્યુ."

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow